________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૨ (હવે કહે છે કેઃ) કારયિતા નથી અને બીજો કર્તા નથી, આ પરિણામો સમ્યકદર્શનનું પરિણામ શું? નિશ્ચયમોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થયાં, એનો હું કર્તા નથી. એનો હું જ્ઞાતા છું, એનો જ્ઞાતા કેમ છું?
કે જ્ઞાયકનો જ્ઞાતા છું-જ્ઞાયકનો જ્ઞાતા ઉપાદેયપણે છું ને ઉપેક્ષાબુદ્ધિએ એ જ્ઞાનનાં પરિણામ મારા જ્ઞાનમાં જણાય છે. એકની અપેક્ષા હોવાથી બીજું ઉપેક્ષારૂપે જણાય છે! એકની અપેક્ષા હોય તો બીજાની ઉપેક્ષા હોય! અપેક્ષા શુદ્ધઆત્માની છે. ઉપાદેયપણે મારો આત્મા જણાય છે જે જ્ઞાનમાં, એ જ જ્ઞાનમાં-એક જ સમયની અંતર્સન્મુખ થયેલી પર્યાયમાં જ્ઞાનના પરિણમનમાં-ભાવશ્રુતજ્ઞાનમાં-અતીન્દ્રિયજ્ઞાનમાં ઉપાદેયપણે આત્મા જણાય છે ત્યારે આ ભાવશ્રુતજ્ઞાન જે પ્રગટ થયું એ ઉપેક્ષારૂપે જણાય છે! એનો હું કર્તા નથી, કર્તા નથી માટે ઉપેક્ષા છે. કરાવનાર નથી માટે મારે એ પ્રગટ થયેલ પરિણામની ઉપેક્ષા છે.
બે બોલ આવ્યા. હવે, આ ત્રીજો બોલ આનાથી પણ જરી સૂક્ષ્મ છે. આહા...! વ્યવહારના પક્ષવાળાને આ વાત સમજવી પણ કઠણ ! તો ધારણામાં તો ક્યાંથી લ્ય ! અને ધારણામાં ન લ્ય, તો આનો વારંવાર વિચાર કરીને, અંતરમાં પ્રયોગ કરીને અંતરમાં ક્યાંથી જાય ?
(કહે છે કે:) નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને એટલે કે પુદ્ગલકર્મરૂપ કર્તાનો અનુમોદક નથી.-પુદ્ગલ કર્મ એનો અભાવ થઈને જે આ વીતરાગી પરિણામ પ્રગટ થાય છે, એનો કર્તા પુદ્ગલકર્મ છે, એનો કર્તા હું નથી. કેમકે એનાં અભાવની અપેક્ષા આવે છે તેથી તેને કર્મકૃત કહેવામાં આવે છે. ઝીણી વાત છે !
અહીંયા પુદ્ગલકર્મ કરે છે, એમ શા માટે કહ્યું? કે હું (પરિણામનો) અકર્તા છે. તો એ પરિણામને નિજ સાપેક્ષથી જોવામાં આવે તો પુદગલકર્મના અભાવથી (એ ભાવ) છે, એમાં અભાવની અપેક્ષા આવે છે માટે એનો કર્તા પુદ્ગલકર્મ છે. ખરેખર તો પરિણામ પરિણામને કરે છે. પણ હું તેનો અનુમોદક નથી.
આ દર્શનમોહ ને ચારિત્રમોહનો અભાવ થાય તો ઠીક, ને આ જ્ઞાનાવરણકર્મનો અભાવ થાય તો ઠીક...એ અભાવ થાય તો કેવળજ્ઞાન પ્રગટ થાય મને......આહ....! એનો હું અનુમોદક નથી. (શું કહે છે?) પુદ્ગલકર્મરૂપ, પુદ્ગલદ્રવ્ય નહી પણ પુદ્ગલકર્મનો, કર્મનો અભાવ થાય તો આ પરિણામ પ્રગટ થાય, એવું એને હું અનુમોદન આપતો નથી.
(કહે છે) અને પુગલકર્મરૂપ કર્તાનો અનુમોદક નથી. કૌંસમાં લખેલું છે વિશેષ ચોખવટ માટે આમાં ન સમજાય તો કૌંસમાં ખુલાસો છે. (-વિભાવપર્યાયોનો કર્તા જે પુદ્ગલકર્મો તેમનો-) અનુમોદક નથી-ગજબ કામ કર્યું છે (આચાર્યદેવે) આ અનુમોદકના બોલમાં ગજબ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com