________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
ચૈતન્ય વિલાસ
“હવે, આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી” જેટલા, જેટલા પ્રકારનાં વિકલ્પોથી“ભેદોથી ભરેલા વિભાવ૫ર્યાયોનો”-વિભાવપર્યાયો આગળ (કઈ કઈ છે તે) આવી ગઈ છે, ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો, તથા તેટલા-ચૌદ ભેદવાળાં જીવસ્થાનો કે ચૌદ ગુણસ્થાનો એ બધાં પરિણામનાં ભેદો છે. એ વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી....આહા! હું કર્તા નથી. પહેલાં હું કર્તા હતો.....અને હવે હું અકર્તા થયો, એવું કર્તાપણાનું સાપેક્ષ કે અકર્તાપણાનું સાપેક્ષ, એ બેયથી નિરપેક્ષ હું ત્રિકાળ અકર્તા છું.
આહા...હા! નિશ્ચયથી હું કર્તા નથી–આ જે પરિણામો પ્રગટ થાય છે ને એનો કર્તા નથી (આત્મા), પાંચ મહાવ્રતોના પરિણામોનો કર્તા આત્મા નથી. કેમકે એ તો આસ્રવતત્ત્વ, ઉદયભાવ છે એ તો બંધનું કારણ છે, પણ જડ કર્મની નિર્જરાનું કારણ થાય, એવા સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિશ્ચયમોક્ષમાર્ગના પરિણામના ભેદને હું કરતો નથી-હું એનો કર્તા નથી. એ ભેદો.....જે જ્ઞાનમાં (મને) જણાય છે, હું એનો કર્તા તો નથી જ, પણ ભેદ જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાન આત્માને જાણે છે તેથી એ કેવળ શેયપણે જણાય છે પણ એ પરિણામ મારા કર્તાનું કર્મ છે એમ જણાતું નથી. નિશ્ચયથી હું કર્તા નથી.
કર્તા તો નથી, નિશ્ચયમોક્ષમાર્ગસ્વરૂપ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં પરિણામનો સીધો તો હું કર્તા નથી, પણ આડકતરી રીતે, કોઈની પાસે એ પરિણામ કરાવતો પણ નથી કારયિતા નથી એટલે કરાવનાર નથી. હું મકાન તો ચણતો નથી, પણ કોઈની પાસે ચણાવતો પણ નથી. આહા...હા! હું આ કાગળને ફાડીને ટુકડા કરતો તો નથી, નોકરને પણ કહેતો નથી કે તું કાગળ ફાડીને ટુકડા કર ! કાગળના કટકા કર! એમ હું આજે પરિણામ સ્વતઃપ્રગટ થાય છે એ સ્વતઃ સિદ્ધ, ક્ષણિક સત્ અહેતુક છે. (આ સર્વ પરિણામો ) નિમિત્તથી પણ નિરપેક્ષ અને એનાં ત્રિકાળીસ્વભાવથી પણ નિરપેક્ષ, સ્વયંસ્વતઃ ઉત્પન્ન થતા આ પરિણામો (જે ક્ષણિક સત્ છે ) એનો સીધો હું કર્તા તો નથી પણ બીજાની પાસે એ પરિણામોને હું કરાવતો પણ નથી. એટલે કે પુદ્ગલકર્મોનો અભાવ થાય, ત્યારે એ કાર્ય થાય, એ પુદ્ગલ (કર્મો) ખસી જાવ એવી પણ ભાવના હું ભાવતો નથી. કે કર્મ ખસે તો વીતરાગ પરિણામ પ્રગટ થાય...એમ અને એની પાસે હું આ (મારામાં થતા) પરિણામને ઉત્પન્ન કરાવું, એવો કારયિતાપણાનો મારો સ્વભાવ નથીને હું તેથી કરાવતો પણ નથી. આહ....! હું કરતો નથી, કરાવતો નથી ને (કરે છે) તેને અનુમોદતો નથી, મનથી વચનથી ને કાયાથી એમ નવ કોટિએ પચખાણ હોય છે, સાધુ-સાધકને-સાધુ થયા તો સિદ્ધ થયા !
સાધુદશા (કોને કહેવાય તેની પણ લોકોને સાચી) ખબર હોતી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com