________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચન નં-૨ ભલે કરે પણ નિમિત્ત સાપેક્ષથી જોવામાં આવે તો કોણ એને કરે છે? ઝીણી વાત છે આહા!
કર્તા કોણ છે એનો? કહે છે કે કર્તા પુદ્ગલકર્મો છે. આ વિભાવપર્યાયોનો (પરિણામોનો) કર્તા કોણ છે? કે વિભાવપર્યાયોના કર્તા જે પુલકર્મો, પુદ્ગલદ્રવ્ય નહીં. પુદ્ગલદ્રવ્ય નોકર્મ છે, પુદ્ગલકર્મ દ્રવ્યકર્મ છે.
પુદગલો તો (વિશ્વમાં) અનંતા છે નોકર્મપણે, એ પરિણામ ઉત્પન્ન થાય. એમાં નોકર્મના અભાવનું પણ નિમિત્ત નથી. પણ દ્રવ્યકર્મના (સભાવ) અભાવનું જેમાં નિમિત્ત આવે, એથી એને નિમિત્તકર્તા ગણીને પુદ્ગલકર્મ એને કરે છે, એ નિમિત્તનો અભાવ થાય, તો ઠીક! એવું હું અનુમોદન આપતો નથી. આહાહા ! ચારિત્રમોહનો અભાવ થાય, સાધક બિરાજે છે છઠ્ઠી–સાતમે ગુણસ્થાને હો ! ચારિત્ર મોહનો ઉદય છે હજી એનો અભાવ થઈ જાય ને તો ઠીક! કેમ કે એનો અભાવ થાય ને ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય, અને આ કેવળજ્ઞાનાવરણ નામની કર્મની પ્રકૃતિ છે સર્વઘાતી, એનો અભાવ થાય તો મને કેવળજ્ઞાન પ્રગટ થાય-તો કહે છે એનો અભાવ થાય તો આ થાય, એવું એને હું અનુમોદન આપતો નથી. અમારા જ્ઞાનમાં શેયપણે એમ છે. કે આ થાય ત્યારે ચારિત્રમોહનો અભાવ હોય, એમ અમારા જ્ઞાનમાં આવે છે (છતાં પણ) કેવળજ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય તો કેવળજ્ઞાન થાય ને ચારિત્રમોહનો અભાવ થાય તો યથાખ્યાતચારિત્ર થાય.તો ઠીક મને પડે! એમ હું એને અનુમોદન આપતો નથી.
લાખ્ખો-કરોડો વરસ, છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનમાં, ચોથા કાળમાં (આરામાં) મુનિઓ હોય છે પણ...કર્તા નથી, કારયિતા નથી અને એ વિભાવપર્યાયોને પુગલકર્મ કરે છે એનો અભાવ થાય ત્યારે થાય છે માટે નિમિત્તને કર્તા કહીને એ થાય છે (છતાં પણ) એ ઠીક થાય છે એવું અનુમોદન આપનારો હું નથી.
જો હું એનું અનુમોદન આપું તો હું કર્તા બની જાઉં, હું મિથ્યાદષ્ટિ થઈ જાઉં! તો હું સાધક રહેતો નથી. આહાહા! અભૂતથી પણ અદ્દભૂત ચમત્કારીક વાત છે....આ બધાં શુદ્ધ પરિણામને કહે છે કોણ કરે છે? કે નિશ્ચયથી તો શુદ્ધ પરિણામનો કર્તા પરિણામ છે. જો હું દ્રવ્ય એનો કર્તા નથી, તો કો'ક બીજું દ્રવ્ય એનો કર્તા હો, એ તો આપ બતાવો?
એ પર્યાયોના કર્તા પુદ્ગલકર્મો છે, પુદ્ગલકર્મો એને કરે છે હું તો એનો કર્તા નથી. કેમકે પર્યાયથી તો પર્યાય, પર્યાયને કરે છે, હું દ્રવ્ય તો અકર્તા છું તો હું અકર્તા છું તો એ દ્રવ્યઅપેક્ષાએ-નિમિત્ત અપેક્ષાએ એ પરિણામનો કોણ કર્તા છે? પુગલકર્મનો અભાવ હોવાથી, તેને નિમિત્તકર્તાનો આરોપ આપીને તેને કર્તા કહીએ છીએ.
આહા... હા! એનાં અભાવથી આ પરિણામ) થયું એમ નહીં એ તો એનો સ્વકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com