________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૯ છે, એનાં અભાવથી નથી થાતું પણ આંહીયાં જ્યારે એ પર્યાય પ્રગટ થાય છે ત્યારે કર્મનો અભાવ એ પરિણામમાં નિમિત્ત થાય છે, તો કર્મનો અભાવ, એનો કર્તા કહેવામાં આવે છે. ઝીણી વાત છે.
(કહે છે કેઃ) વિભાવપર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો આહાહા! આ તો ઉત્તર અવસ્થામાં....એ સંસારથી વિદાય થવાનો સંદેશો આપણને કુંદકુંદ ભગવાન પદ્મપ્રભમલધારિદેવ અને આપણા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તું જ્યારે અકર્તા સ્વભાવની દષ્ટિ કરીશ, તારા શ્રદ્ધા-જ્ઞાનમાં-અનુભવમાં અકર્તા (જ્ઞાતા) આવશે, ત્યારે દષ્ટિ અપેક્ષાએ તું પરમાત્મા થઈ જઈશ ! અને પછી દશા અપેક્ષાએ થોડા કાળમાં પરમાત્મા થઈ જઈશ.
“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સુષ્ટિ મંડાણ એની પેરે, કોઈ યોગી યોગેશ્વર જાણે ! '
-યોગી એટલે ધર્માત્માઓ અને યોગીશ્વર એટલે (તીર્થકર) પરમાત્મા! એમ જાણે છે કે આ સૃષ્ટિની રચના-સુષ્ટિ એટલે દ્રવ્યનું પરિણમન, દ્રવ્યના પરિણમનને સૃષ્ટિ કહેવામાં આવે છે. દ્રવ્યમાં ઉત્પાદ (વ્યય) થાય એને સૃષ્ટિ કહેવામાં આવે છે. એ એની મેળે (સ્વત:) થાય છે. પણ અજ્ઞાની જીવ એમ માને છે કે એ (પરિણામને ) હું કરું છું, કાં હું બહુ ધ્યાન રાખું તો ફેકટરીમાં સારું કામ થાય! અને હું કંઈક એની સેવા કરું તો એનું ભલું થાય! એ તો ક્યાંયની ક્યાંય (દૂર) વાત રહી.
પરનું કર્તાપણું સ્વભાવભાવમાં નથી. પર્યાયમાં પણ પર્યાયનું કર્તાપણું છે તે સ્વભાવમાં નથી. તો કહે છે કે જે પરિણામ પ્રગટ થાય એનો કોઈ કર્તા નથી, કારયિતા નથી અને જે હમણાં ક્ષાયિક ચારિત્ર થશે, ક્ષાયિક કેવળ જ્ઞાન પ્રગટ થશે એમાં ચારિત્રમોહકર્મનો અભાવ થાય તો ઠીક! જ્ઞાનાવરણ પ્રકૃતિની આટલી પ્રકૃતિનો અભાવ થાય ને. આમ થાય તો ઠીક! આમ થાય તો આમ થાય ને આમ થાય તો ઠીક! એવું એનું અનુમોદન અમને સ્વપ્નામાં પણ નથી, જાગૃત અવસ્થામાં એવું અનુમોદન આવતું જ નથી, ક્યાંક આંખમાં ઝોલું આવી જાય એવી અવસ્થામાં પણ, જાગૃત અવસ્થામાં જાગીને અકર્તાપણું-જાગી ગયો છું તેથી પરિણામનું અકર્તાપણું જણાય ગયું છે ને પરિણામનું કર્તાપણું મારે નથી.
કોઈ અપેક્ષાએ પરિણામનો કર્તા પરિણામ છે ને કોઈ અપેક્ષાએ પરિણામનો કર્તા પુદ્ગલકર્મ છે! આહા! એમાં બે અપેક્ષા લેવી!
આ (આત્મ) દ્રવ્ય કર્તા નથી તો એમાં નિમિત્ત કર્તા કયું દ્રવ્ય છે? કે પુલકર્મો (તેમનો કર્તા છે.) આ દ્રવ્ય (આત્મદ્રવ્ય) અકર્તા છે-હું એનો નિમિત્ત પણ નથી, હું એનો ઉપાદાન કર્તા નથી ને હું એનો નિમિત્તકર્તા પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com