________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૩
“ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત. ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” આહાહા! એનો કરનાર પુદ્ગલ છે. ક્રોધ કરે પોતે અને નાખે તે પુદ્દગલના ખાતામાં એમ નથી ભાઈ! તું હજી એમ લ્યે છે કેઃ ક્રોધ કરે પોતે, તો તે જીવની જ ખબર નથી. ક્રોધ કરે તે જીવ નથી અજીવ છે. એ અજીવનો ભેદ છે. ક્રોધ-માન-માયા-લોભ એ છે ને! તે જીવનો ભેદ નથી એ અજીવનો ભેદ છે. અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર ન હોય.
આ પર્યાયદષ્ટિ અનાદિકાળથી છે અને શાસ્ત્ર પર્યાયના એટલે વ્યવહારનયના ઘણાં, ઠેક-ઠેકાણે વ્યવહારની વાતો આવે. શુદ્ઘનયનો ઉપદેશ તો વિરલ ક્યાંક-ક્યાંક કોઈ જગ્યાએ હોય. તેના શાસ્ત્ર પણ ઓછા અને કહેનારા પણ ઓછા અને સાંભળનારા પણ ઓછા. ત્રણેકાળ આ સ્થિતિ છે. જ્યાં વ્યવહારની વાત આવે તો કહેનારાય ઢગલાબંધ અને સાંભળનારા પણ ઢગલાબંધ.
આહા ! યથાખ્યાત ચારિત્ર થાય બીજે, છે મને, એ કોણ સાંભળે કેમકે બારમું ગુણસ્થાનએ પુદ્ગલની રચના છે. આવ્યું'તું ને !? ચૌદેય ગુણસ્થાન પુદ્દગલની રચના છે તેમ જાણ! બારમું ગુણસ્થાન એનો રચનારો હું નથી. તું મને કરનાર ન જો! તું અકર્તા જો! તું મને અકર્તા જોઈશ તો તને પણ અકર્તા દેખાશે, પણ...મને જો કર્તા જોઈશ તો તને કર્તા દેખાશે. તું મને અકર્તા જોઈશને તો તારો અકર્તા પણ તારી પાસે આવી જશે. તમે અકર્તા, હું એ અકર્તા.
આહા! મને યથાખ્યાત ચારિત્ર અત્યારે છે. નિગોદના જીવને યથાખ્યાત ચારિત્ર અત્યારે છે. બધા જીવને નિશ્ચયનયના બળે યથાખ્યાત ચારિત્ર વર્તે છે. થતું નથી વર્તે છે. આ તો ઠીક આપણે બધા અભ્યાસી હોઈએ એટલે આવી વાત થાય, બાકી સાવ અજાણ્યા હોય એને એમ થાય કે ઘરમાં બેસીને યથાખ્યાત ચારિત્રની વાત કરે છે. શું અત્યારે યથાખ્યાત ચારિત્ર હોય ? ( ગૃહસ્થી ) કહે છે યથાખ્યાત ચારિત્ર મને છે. (શ્રોતા-જે ઘ૨માં બેઠો હોય એ
જ આમ કહે જે આત્માના ઘરમાં બેઠો હોય એ જ કહે કે યથાખ્યાત ચારિત્ર મને છે. (શ્રોતા-છે મને થાય છે બીજાને.) આત્માના ઘરમાં બેઠો હોય એને જ આ ખબર પડે. એ જ જાણી શકે, બીજો કોણ જાણી શકે?! આહાહા! ગજબની વાત છે.
બારમું ગુણસ્થાન પુદ્દગલના પરિણામ છે. ચૌદેય ગુણસ્થાન પુદ્દગલનાં છે. પછી પૂછે કે આ શાસ્ત્ર કોણે લખ્યું ? એમ પૂછવામાં એનો આશય એવો હોય કેઃ જે આ શાસ્ત્ર લખે છે એ તો છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિ લખે છે ને!? અરે! એ લખતા જ નથી. એને છઠ્ઠું ગુણસ્થાન જ નથી. આત્માને છઠ્ઠું ગુણસ્થાન ન હોય. હૈં? શું વાત કરો છો ? આમ અદ્ધર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com