________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
પ્રવચન નં-૧૧ ઊડો છો ! નહીં, નહીં, જેવું છે તેવું કહીએ છીએ.
આ પરમાર્થ પ્રતિક્રમણની ૮૧ ગાથા પછીનો કળશ છે તે ધ્યેય શેયની સંધિવાળો છે. જે જીવને ધ્યેય ધ્યાનમાં આવે છે એ જ ધ્યાતા થાય છે. જેને ધ્યેય ધ્યાનમાં નથી આવતું એ ધ્યાતા ન થાય. ( શ્રોતા-સાચી વાત છે. ધ્યેયને ધ્યાનમાં લેવાથી ધ્યાતા થઈ જાય છે. ) માટે પહેલા ધ્યેયનું સ્વરૂપ બતાવ્યું. ધ્યેય કેવું છે?! સાથે સાથે ધ્યાનની પ્રક્રિયા પણ બતાવે છે. “ હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું”, સમજી ગયા.
પછી આ કળશમાં કહેશે કે જેને ભાવું છું એ દ્રવ્ય તો જણાય છે, અને જે ભાવે છે એ પર્યાય પણ મને જણાય છે. દ્રવ્ય-ગુણને પર્યાય ત્રણેય કહી દેશે. (શ્રોતા-એમ જ છે ને!?) એમ જ હોય ને પણ, અકર્તા કાંઈ અકર્તાને જાણે? પરિણામ અકર્તાને જાણે છે.
કળશ સંધિવાળો છે. એમ ઓલામાં જ્ઞાતા, જ્ઞાન, જોય લીધું. એમ અહીં ધ્યાતા ધ્યાનને ધ્યય લીધું. એ તો સહજ સ્થિતિ છે. અને આ શેય થયું એ તો ફળ છે.
ધ્યેય ધ્યાનમાં આવ્યું ને એટલે ધ્યાતા થઈ જાય છે. શેય થઈ જાય છે. કારણ શું!? કે જો એ ભેદ રહી જાય ને તો એ પુદ્ગલના પરિણામમાં જાય છે. અભેદ થાય છે માટે આત્મા થઈ ગયો. ભેદ છે એ પુદ્ગલના પરિણામ છે, અભેદ છે એ તો આત્મા છે. એ ય થઈ જાય આખો આત્મા, ધ્યાતા પુરુષ થયો.
ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કેઃ “જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમયી શુદ્ધ અવિનર પરમ પારિણામિકભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. અહીં શબ્દો જુદા છે પણ વાતતો એકની એક છે.
જીવને કર્તબુદ્ધિ થોડીક પણ જો ગળી હોય તો આ સમજાય. કર્તબુદ્ધિનું ઝેર બહુ હોયને એને આ સમજાય નહીં. કર્તબુદ્ધિનું તીવ્ર મિથ્યાત્વ હોય એકત્વનું એને એમ લાગે કે આવું હોય કે ન હોય!! આ એના જ્ઞાનમાં ન આવે એવું છે. આ બહુ ઊંચા પ્રકારની વાતો છે.
કર્તા નથી એમાં તો હળવાશ થાય છે હોં ! હું કર્તા ન હોઉં હોં! લાઈન આવી ગઈ હાથમાં ખલાસ. લાઈન હાથમાં આવે એટલે બસ. લાઈને ચડે પછી કાંઈ વાંધો નહીં. “ આત્મા અકર્તા છે તે જૈન દર્શનની પરાકાષ્ટા છે” આ ગુરુનું વચન છે. નૈરોબી જતાં પહેલાં બે દિવસ બોલ્યા. પહેલે દિવસે બોલ્યા કે આત્મા અકર્તા છે એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. બીજે દિવસે પરાકાષ્ટા કીધી. ત્યારે હું ત્યાં હતો, કાનોકાન સાંભળ્યું છે.
આ વાત ૩૨૦ ગાથામાં સર્વવિશુદ્ધજ્ઞાનના પહેલા કળશમાં છે. બંધ-મોક્ષની રચનાથી આત્મા દૂર છે. એની રચના નથી એ તો બીજાની છે. બીજો કરે છે અને જાણતોય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com