________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
પ્રવચન નં-૧૧ નિરાવરણ છે તેને હું જાણું છું-ભાવું છું. “સદા” આત્મા ત્રણેકાળ નિરાવરણ છે.
સદા નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય” એ આ સદા એટલે ત્રણેકાળ નિરાવરણ એને આવરણ લાગતું નથી. “નિત્યઉદ્યોતરૂપ’ આવે છે ને? તે આ બીજો બોલ
શુદ્ધજ્ઞાનરૂપ” એટલે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે એ ત્રિકાળ શુદ્ધ છે. “સહજ ચિત્તશક્તિમયી” એટલે અનંતવીર્યમય. “સહજ દર્શનના ફુરણથી પરિપૂર્ણ-દર્શન ઉપયોગ દર્શન નામનો ત્રિકાળી ગુણ, આમ ચાર બોલ લીધા.
(૧) સદા નિરાવરણ (૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજચિન્શક્તિમયી) (૪). સહજદર્શનના સ્કુરણથી પરિપૂર્ણમૂર્તિ જેની અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા મને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ-સહજ યથાખ્યાત ચારિત્રવાળા.” અમને આ સામાયિક ચારિત્ર, છેદોષસ્થાન, પરિહાર વિશુદ્ધિ અમને નથી. અમને તો અત્યારે યથાખ્યાત ચારિત્ર વર્તે છે.
બારમું ગુણસ્થાન? “ના” , ગુણસ્થાનને નહીં. ગુણસ્થાનને તો પુદ્ગલ કરે છે. ગુણસ્થાન મારામાં નથી એ વાત આવી ગઈ. વળી ગુણસ્થાનની પાછી ક્યાં માંડી? ગુણસ્થાન આત્મામાં ન હોય. એનાથી તો આત્મા રહિત છે.
ક્યા ગુણસ્થાનમાં યથાખ્યાત ચારિત્ર હોય છે? કહે આત્મામાં ગુણસ્થાન જ નથી ને? આત્મામાં યથાખ્યાત ચારિત્ર ત્રિકાળ છે. ત્રણેકાળ યથાખ્યાત ચારિત્ર છે આત્મામાં. ચારિત્ર નામનો ગુણ છે તેનું નામ યથાખ્યાત ચારિત્ર છે. જેમ જ્ઞાન ગુણ ત્રિકાળ છે એમ ચારિત્ર નામનો ગુણ પરિપૂર્ણ ત્રિકાળ યથાખ્યાત ચારિત્ર છે. જીવને બારમું ગુણસ્થાન આવતું નથી. અવિચળ સ્થિતિરૂપ” લખી નાખ્યું ને ?!
બારમું ગુણસ્થાન! તું કોની વાત કરે છે? તે પર્યાયનો ધર્મ છે પણ જીવનો ધર્મ નથી. તો તમને યથાખ્યાત ચારિત્ર થયું? થયું નહીં, છે...છે ને લે ! થયાની ક્યાં માંડ છે તું! આ પદ્મપ્રભમલધારિદેવ છે એના મુખમાંથી અમૃત ઝરે છે.
જુઓ ફરીને “સ્વરૂપમાં અવિચળ” જે સ્વભાવ છે આત્માનો એમાં ચારિત્ર નામનો ગુણ છે, તે અવિચળ છે ચલાયમાન નથી- ધ્રુવ છે. “અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને”, “મને યથાખ્યાત ચારિત્ર છે. થયું નહીં, “છે'. થાય બીજાને છે મને. થાય એ તો પુગલના પરિણામ છે તને એકવાર કહ્યું ને? “જીવને પરિણામ ન હોય' , જીવ પરિણામથી રહિત છે એને દષ્ટિમાં લે તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ થશે-શુદ્ધ ઉપયોગ થશેસમ્યફદર્શન થશે. (શ્રોતાઃ- કેવી વાત છે! યથાખ્યાત ચારિત્ર થાય બીજાને છે મને.) થાય બીજાને છે મને.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com