________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૧ સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન” , ત્રિકાળી દ્રવ્ય અતિરૂપે છે. પોતાની સત્તામાં રહેલું છે. “અવબોધ” એટલે જ્ઞાનઘનમાં રહેલું છે.
પરમચૈતન્ય” એટલે અનંતવીર્યમાં રહેલું છે. અને અનંત “સુખ' એવા પોતાના ગુણમાં રહેલું છે. એ ગુણીમાં આવા ગુણો ભરેલા છે. અને ગુણમાં ગુણી અભેદ પણ રહેલો છે એક એકાકાર.
“સત્તા-અવબોધ-પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન ” અહીં અનુભૂતિ એટલે પર્યાય નહીં. આ પર્યાયની વાત નથી. એ દ્રવ્ય સ્વભાવ જ એવો છે કે એમાં લીન છે, એટલે ગુણોમાં ગુણી રહેલો લીન છે, “એવા વિશિષ્ટ આત્મ તત્ત્વને ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિકનયના બળે” એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે- પર્યાયાર્થિકનયનો વિષય નથી. “એના બળે મારે સકળ મોહ-રાગ દ્વેષ નથી.”
હું મારા સ્વભાવની સમીપે જઈને જોઉં છું તો; એમાં તો સત્તા, અવબોધ, ચૈતન્ય અને સુખ ભરેલું છે. એમાં મને ક્યાંય મોહરાગ-દ્વેષ દેખાણા નહીં. મેં તપાસ ઘણી કરી પણ એમાં મને ક્યાંય મોહ-રાગ-દ્વેષ દેખાણા નહીં. કેમકે આત્મામાં મોરાગ-દ્વેષ છે નહીં.
હવે ૧૫૪ પેજ ઉપરથી જોઈએ. “હું રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી.” મોહ-રાગને દ્વેષ તેમ ત્રણ પ્રકાર લીધા ને!? આગળના પાના ઉપર તેનો ખુલાસો કરે છે. “હું રાગાદિ ભેદરૂપ રાગ-દ્વેષ-મોહ તેમ ત્રણ ભાવકર્મના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદતો નથી. કેમકે એ વ્યવહાર રત્નત્રયના પરિણામનો કરનારો પુદ્ગલ છે. અરે ! નિશ્ચય રત્નત્રયના પરિણામને પુદગલ કરે છે તો પછી વ્યવહાર રત્નત્રયના પરિણામને આત્મા કરે એ વાત ક્યાં રહી !?
આહા! ભાવકર્મના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન કરતો નથી ત્યારે તમે શું કરો છો? સહુજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એક શુદ્ધાત્માને ભાવતા-ભાવતાં.. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન” એ આ. આત્મભાવના એટલે વિકલ્પ નહીં, શબ્દ નહીં, અંતર્મુખી એકાગ્રતા અર્થાત્ શુદ્ધોપયોગ દશા. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
સહજ નિશ્ચયથી સદા નિરાવરણ સ્વરૂપ” જે ઉપર ત્રિકાળી દ્રવ્યના વિશેષણ ચાર લીધા હતા એ જ ત્રિકાળી દ્રવ્યના વિશેષણ કહે છે. “સહજ નિશ્ચયનયથી સદા નિરાવરણ સ્વરૂપ” આત્માને ભાવ આવરણ નથી ને દ્રવ્ય આવરણ પણ નથી. દ્રવ્યકર્મનું આવરણ નથી અને ભાવકર્મનું આવરણ પણ નથી. “સદા નિરાવરણ છે તે આત્મા છે અને નિરાવરણ થાય છે તે પર્યાય છે. જે નિરાવરણ થાય છે અને કર્મ કરે છે અને જે સદા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com