________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦
પ્રવચન નં-૧૧ નથી”, એ અવસ્થાને કોણ કરે છે? કેઃ પુદગલ કરે છે આહાહા! હું કરતો નથી અને પુદગલ પાસે હું કરાવતો પણ નથી. અને પુદ્ગલ કરે છે તેને હું અનુમોદન આપતો નથી. સીધો તો કર્તા નથી પણ આડકતરો પણ કર્તા નથી.
હું તેને આંગળી ચીંધતો નથી કે મારું આટલું કામ કરી આપજે. હું કરું નહીં પણ આટલું કામ કરી આવજો ભાઈ ! તો કહે છે, નહીં નહીં. કરવું-કરાવવું અને અનુમોદવું મારામાં નથી. ફલાણાભાઈ આટલું કામ કરી આવ્યા તો સારું કર્યું! “ના”, હું તેનો અનુમોદક નહીં. મને રહેવા દેજે. નહીંતર ઈનડાયરેકટ-આડકતરો કર્તા થઈ જાય છે.
મુનિરાજને નવ કોટીએ પચખાણ હોય છે. કરવું-કરાવવું અને અનુમોદવું તે મનથી, વચનથી, અને કાયાથી. તે મન-વચન-કાયાથી કરતો નથી, મન-વચન-કાયાથી કરાવતો નથી, અને મન-વચન-કાયાથી અનુમોદન કરતો નથી. નવ કોટીએ પચખાણ હોય છે.
મુનિરાજ જંગલમાં બેઠા હોય અને કોઈ આવીને કહે કેઃ સાહેબ! પચીસ લાખનું સંગેમરમરનું ભગવાનનું મંદિર બંધાવવું છે આપ આદેશ આપો. હું આપના આશીર્વાદ લેવા આવ્યો છું. તો મુનિરાજ ધ્યાનમાં જતા રહ્યા. મુનિરાજ ફરી સવિકલ્પદશામાં આવ્યા તો પેલો ફરીથી કહે છે તો મુનિરાજ કહે છે-મને કાન નથી હું સાંભળું ક્યાંથી ? હું? આપને કાન નથી? કહે “ના”. દ્રવ્યઇન્દ્રિયનો મારામાં અભાવ છે અને ભાવઇન્દ્રિયનો પણ મારામાં અભાવ છે એટલે સાંભળતો નથી. મુનિ આશીર્વાદ ન આપે. અનુમોદન ન આપે.
આહા! આ કર્તાબુદ્ધિનું ઝેર નીકળશે ત્યારે સમ્યકદર્શન થશે. બાકી આમ કરું ને તેમ કરું તેમ અજ્ઞાનીને આત્મા કર્તા દેખાય છે. જ્ઞાનીને આત્મા અકર્તાપણે દેખાય છે, અને કર્તાપણે દેખાતો નથી. એનું કોઈ કર્મ નથી. એટલે કર્મ તરફ એનો ઉપયોગ જતો નથી. એને જાણે તો આ અમારું કર્મ છે તેમ થાય ને?! અકર્તાને કર્મ હોય? કર્તાને કર્મ હોય, અકર્તાને કર્મ ન હોય. બીજો કરે છે અને કરતો નથી. અને બીજા કરે છે અને હું જાણતો નથી, મારે એને જાણવાનું કામ શું છે?
ખરેખર જાણવાનો વિષય એક જ છે. પરમ પારિણામિક લક્ષણ શુદ્ધાત્મા. ટંકોત્કીર્ણ નિત્ય નિરાવરણ એ જ જાણવાનો વિષય છે. છ દ્રવ્ય જાણવાનો વિષય નથી. પરિણામ પદ્રવ્ય છે. માટે જાણવાનો વિષય નથી કેમકે એને જાણવા જાય છે ત્યાં છઠું આવી જાય છે. એને જાણવાનું બંધ થાય તો સાતમું આવી જાય. એમને પ્રતિક્રમણ કરવું છે ને?! કહે છે કે: છદ્દે પ્રતિમાના દર્શન કરવાનો ભાવ આવ્યો તે દોષ લાગ્યો. એ દોષથી પાછો ફરું છું. છેકે જે ઇન્દ્રિયજ્ઞાન ઉભું થયું તે દોષ છે એનાથી પાછો ફરું છું. બહુ ઊંચા પ્રકારની વાતો છે. વ્યવહારના પક્ષવાળો આ ઝીલી નહીં શકે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com