________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૯ નથી, તો અશુદ્ધ થઈ જાય છે, મેચક-મલિન થઈ જાય.
આહાહા ! હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન કરતો નથી. ત્યારે પ્રભુ તમે શું કરો છો? કેઃ “સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું તો શુદ્ધઆત્માને ભાવું છુંધ્યાવું છું-નમું છું. આહાહા !
(શ્રોતા – ગુણસ્થાનમાં તો અપ્રમત્ત ગુણસ્થાન પણ આવ્યું ને ?) આવ્યું ને! અપ્રમત્ત ગુણસ્થાનનો કર્તા નથી કેમકે એક પરિણામના બે કર્તા ન હોય. એક પરિણામને પુદ્ગલ પણ કરે અને આત્મા પણ કરે તેમ નથી હોતું અને બે દ્રવ્ય મળીને એક પરિણામને કરે તેમ પણ નથી થતું તેનો ન્યાય આપે છે.
એક પરિણામને એક જ દ્રવ્ય કરે. બે દ્રવ્ય મળીને એક પરિણામની ઉત્પત્તિ કોઈ કાળે ન કરી શકે. માટે હું અકર્તા છું તો બીજો જ પરિણામનો કર્તા હોય. પુદ્ગલેય કરે અને હું કરું તો હું અકર્તા રહેતો નથી. એટલે હું શુદ્ધ રહેતો નથી. માટે એને પુદ્ગલ કરે તો કરો !! પુદ્ગલ જ કરે છે. “ એકસ્ય હી પુગલસ્ય નિર્માણમ્”
આહા ! વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યત બધા ભાવો, તેમાં માર્ગણાસ્થાન-ગુણસ્થાન આવી ગયા. અપ્રમત્તદશા પણ આવી દઈ. ઓહો! અપ્રમત્તનો કરનાર આત્મા નથી. સાહેબ પણ ઉપચારથી તો કહો ! એ વાત કરીશમાં, કેમકે એ મને ખટકે છે. અકર્તાને ઉપચારથી કર્તા કહ્યો પણ તેમાં શબ્દ તો “કર્તા” આવ્યો ને?! મને એ ખટકે છે. કારણકે ઉપચારથી કર્તા છે એનો હું સ્વીકાર કરવા જાઉં તો મને શુદ્ધોપયોગ થતો નથી. મારે પરિણતિનું કામ નથી. આહાહા ! મોક્ષ થાય છે તે શુદ્ધોપયોગથી થાય છે. પરિણતિથી મોક્ષ મોડો થાય છે. પણ અહીં તો “શીઘ્ર લહે નિર્વાણ” મસ્તી ચડી ગઈ છે.
એક પરિણામના બે કર્તા ન હોય. પુદ્ગલેય કરે અને હું એ કરું!? “ના” , તે મારું કામ નથી. ઠીક કરે નહીં તો કાંઈ વાંધો નહીં પણ તમે જાણો તો શું વાંધો? વાંધો એ કે એને જાણતાં શુદ્ધોપયોગ થતો નથી. માટે એ મારા જ્ઞાનનું જ્ઞય નથી અને ધ્યાનનું ધ્યેય નથી. કેમકે એને જાણતાં શુદ્ધોપયોગ થતો નથી. પરિણામને જાણતાં શુદ્ધોપયોગ ન થાય. ભેદને જાણતાં શુદ્ધોપયોગ ન થાય. ભેદના લક્ષે તો છઠ્ઠ ગુણસ્થાન આવી જાય. ભેદને જાણવા જાઈએ તો છઠું ગુણસ્થાન આવી જાય અને કરવા જાઈએ તો પહેલું આવી જાય.
મનુષ્ય અને તિર્યંચ પર્યાયના કાયાના વયકૃત વિકારથી (ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થા આદિ પૂલ-કૂશ વિવિધ ભેદો” આ પ્રકારે ઘણાં ભેદો પડે છે. “પણ શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” પાછળ પાના ઉપર આમ છે કે: “ શરીર સંબંધી બાળાદિ અવસ્થાના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com