________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
રાજકોટ વિડિયો કેસેટ નં. ૬૧ પ્રવચન નં-૭
તા. ૧૩-૮-૮૮
આ શ્રી નિયમસાર શાસ્ત્ર એનો ૫રમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે. માધવસેન આચાર્ય એમના ગુરુ હોવા જોઈએ, એટલે એમને નમસ્કાર કરે છે-વંદન કરે છે.
આ અધિકારની શરૂઆતમાં માંગલિક કરે છે.
શ્લોકાર્થ:- સંયમ અને જ્ઞાનની મૂર્તિ, ’-ચારિત્ર અને જ્ઞાનની મૂર્તિ. “ કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાનએવા હે વિરાજમાન (શોભાયમાન ) માધવસેનસૂરિ! માધવસેનસૂરિ પોતે મુનિ છે અને એમના ગુરુ આચાર્ય છે. સૂરિ એટલે આચાર્ય. ‘તમને નમસ્કાર હો!
"
"
૮૩
.
‘હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી ’ એટલે વ્યવહાર ચારિત્ર દુઃખરૂપ છે, અને એનું ફળપણ દુઃખરૂપ છે. ‘ એનાથી પ્રતિપક્ષ જુદુ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક ૫૨મ ચારિત્ર', ઓમાં, વ્યવહારિક ચારિત્ર લખ્યું હતું. આમાં શુદ્ઘનિશ્ચયનયાત્મક ચારિત્ર એટલે વીતરાગી ચારિત્ર. “તેનું પ્રતિપાદન કરનારો ૫૨માર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે.” ત્યાં શરૂઆતમાં પંચરત્નોનું સ્વરૂપ કહેવામાં આવે છે.
પ્રતિક્રમણ એટલે લાગેલા દોષથી પાછું ફરવું એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં જે શુભ ઉપયોગ થતો હતો એ દોષ હતો, એનાથી પાછા ફરવું અને સાતમા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગમાં જાય છે પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. ભવિષ્યના દોષનો ત્યાગ એ પ્રત્યાખ્યાન અને વર્તમાનના દોષનો ત્યાગ એ આલોચના છે.
કહે છે કે જે શુદ્ધઉપયોગની ભૂમિકા આવવા પહેલા શુભઉપયોગની ભૂમિકા હોય છે. એ વ્યવહાર ચારિત્ર છે તે ગુણ નથી પણ દોષ છે. કેમકે એ દોષ શુદ્ધપરિણતિની સાથે હોય છે. શુદ્ધઉપયોગની સાથે એ દોષ ઉત્પન્ન થતો નથી એટલે કે વ્યવહાર ચારિત્રનો જે દોષ લાગતો હતો એનાથી હું પાછો ફરું છું, અને મા૨ા શુદ્ધોપયોગમાં મા૨ા શુદ્ધાત્માને હું જોડી દઉં છું અથવા શુદ્ધઉપયોગ દ્વારા શુદ્ધાત્માનું અગવાન કરું છું જેથી મને વ્યવહાર ચારિત્રમાં લાગેલો દોષ જે એક સમય પૂર્વનો હતો આજે તેનું પ્રતિક્રમણ કરું છું. ઓલા પૂર્વભવનું પ્રતિક્રમણ એમ નહીં.
આહા! પૂર્વ પર્યાયમાં જે દોષ હોય એનાથી પાછું ફરવું અને ઉત્તર પર્યાયમાં એ દોષ આવે નહીં એનું નામ પ્રતિક્રમણ છે. સમુચ્ચયરૂપ એમ કહેવાય કે અત્યાર સુધી ભવોભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com