________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
પ્રવચન નં-૬
પણ જાણનાર. એટલા માટે શાસ્ત્રો લખ્યા છે. શાસ્ત્રમાં શું છે? “હું પણ જાણનાર, તું પણ જાણનાર અને સર્વ જીવ જાણનાર. નિગોદનો જીવ જાણનાર અને સિદ્ધનો જીવ પણ જાણનાર. કરવું સ્વભાવમાં છે નહીં. કેમકે આત્મા અકર્તા છે. અકર્તા કહો કે જ્ઞાતા કહો. કર્તા નથી એટલે જ્ઞાતા આવ્યો ને?! અકર્તા કહો કે જ્ઞાતા કહો કે જાણનાર કહો બધી એક જ વાત છે.
“ધૂન રે દુનિયા અપની ધૂનજાકી ધૂનમેં પાપ ન પુણ્ય.” ધૂન રે દુનિયા અપની ધૂન-કેઃ જાણનાર જણાય છે એમ ! (શ્રોતા-શાસ્ત્ર તો બાદ મેં ખોલા, શબ્દોને ચમત્કાર બતલાયા. જાણનાર છું કરનાર નથી.)
- સવારે ઉઠયો ત્યારથી આ ચાલતું 'તું. “હું જાણનાર છું.' આહાહા ! આ પાંચ ગાથાઓમાં આચાર્ય ભગવાનને એટલું જ કહેવું છે “હું જાણનાર છું, કરનાર નથી.' અહીંયાં લીધું કે આ (પર્યાયો) તેનો કરનાર નથી જાણનાર છે બન્ને એક જ વાત છે. એક વિધિ પૂર્વક નિષેધ છે અને એક નિષેધ પૂર્વક વિધિ આવી જાય છે. હું મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનોને કરતો નથી તેમાં આવી ગયું ને બધું.
“આ રીતે પાંચ રત્નોના શોભિત વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સન્યાસનું વિધાન કહ્યું છે.” કર્તબુદ્ધિનો નાશ કરાવ્યો છે. “હવે પાંચ ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે.” આ શ્લોક આના અનુસંધાનમાં છે તેથી આ શ્લોક લઈ લઈએ.
આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.” જુઓ ! સમસ્ત વિષયોના જાણવાની ચિંતાને છોડી છે. અહીં (ભેદને) જાણવાનું છોડાવ્યું. ગાથામાં કરવાનું છોડાવ્યું ” તું, આ શ્લોકમાં જાણવાનું છોડાવ્યું છે.
સકળ વિષયોના ગ્રહણની એટલે જાણવાની ચિંતા છોડી છે અને નિજ દ્રવ્ય-ગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે”, ચિત્તને એટલે જ્ઞાનને એમાં એકાગ્ર કર્યું છે. હું જાણનાર છું એ રૂપે પરિણમી ગયો એનું નામ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એકાગ્રતા થઈ. “ધ્યેય પૂર્વક શેય થઈ ગયું.” આ જ્ઞયની વાત કરી. “તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.”
આ પાંચ ગાથાઓ ઉપર કળશ ચઢાવ્યો કળશ. (ગાથામાં) કરવાનું છોડાવ્યું. અહીં (ભેદને) જાણવાનું છોડાવ્યું. કળશમાં પોતે ઉમેર્યું. પેલામાં મૂળમાં નો તું કુંદકુંદ ભગવાનમાં. પોતે સ્પેશ્યલ કળશ મૂક્યો. એટલા માટે મને વિચાર આવ્યો એ આ કળશમાં લખી નાખ્યું. ભેદને જાણવાનું બંધ કરાવ્યું. પરિણામને જાણવાનું બંધ કરે ને ત્યારે જ એને અપરિણામી જણાય અને ત્યારે જ એને પરિણામી જણાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com