________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
પ્રવચન નં-૭ આત્માને યાદ ન કર્યો એ અપ્રતિક્રમણ દોષ હતો. હવે એ ભૂતકાળમાં લાગેલો દોષ એને હું ટાળું છું, અત્યારે આત્માને યાદ કરું છું એટલે હું નિર્વિકલ્પ ધ્યાનમાં જાઉં છું.
ભૂતકાળમાં અનંતકાળથી જે દોષ હતા અને તેને ટાળે તો એને પણ પ્રતિક્રમણ કહેવાય. પણ....અહીંયાં તો છઠ્ઠા ગુણસ્થાન અને સાતમાં ગુણસ્થાનની સંધિ કરે છે. છઠ્ઠીગુણસ્થાનમાં વ્યવહાર ચારિત્ર છે અને એનું ફળ બળબળતા અંગારા સમાન શુભભાવ છે. ને? એ દુઃખનું કારણ છે. હવે એ દુઃખના કારણથી પાછો ફરીને હું તો મારા શુદ્ધાત્મામાં જાઉં છું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવતા મને જે પૂર્વ પર્યાયમાં લાગેલા દોષ એનાથી પાછો ફરી અને મારા આત્મામાં પ્રવેશ કરું છું.
સકળ વ્યવહાર ચારિત્રથી” એટલે વ્યવહાર ચારિત્રના પરિણામ પૂર્વે હતા; છે; એનાથી હું પાછો ફરું છું. અને એના ફળની પ્રાપ્તિથી જે દુઃખ એનાથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક” એટલે કે જે શુદ્ધાત્માને આશ્રયે જે પરિણતિ થાય એ “પરમ ચારિત્ર છે.” સ્વરૂપમાં લીન થાઉં છું એનું પ્રતિપાદન કરનારો; અપરમ ચારિત્ર એનું પ્રતિપાદન ન કરનારો એટલ કે શુદ્ધોપયોગનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ છે.
વ્યવહાર પ્રતિક્રમણ છÈ હતું. સાતમે પરમાર્થ પ્રતિક્રમણ આવે છે. પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની શરૂઆતમાં પાંચરત્નોનું સ્વરૂપ કહેવામાં આવે છે. આખા નિયમસારમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો-તે દ્રવ્યનો અધિકાર, અને શુદ્ધોપયોગ અધિકાર એટલે કેવળજ્ઞાનની પર્યાયનો અધિકાર ઊંચો; પણ એને કોઈ ગાથાઓ રત્ન ન લાગી. આ પાંચ ગાથા એને રત્ન જેવી લાગી. એને પાંચ ગાથા રત્ન જેવું લાગવાનું પણ પોતે કારણ કહે છે. “હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. એક રત્ન નહીં પાંચે પાંચ ગાથા રત્ન સમાન છે. રત્નની ઉપમા આપે છે. જગતના પદાર્થો એમાં ઊંચામાં ઊંચો પદાર્થ રત્ન છે.
ટીકાઃ- “અહીં શુદ્ધાત્માને ” આહાહા ! શુદ્ધાત્માને એટલે ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્માને “સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. આત્મા કોઈ પણ પરિણામનો કર્તા નથી. “સકળ કતૃત્વનો અભાવ છે.' આત્મા કર્તા નથી એટલે કે આત્મા અકર્તા છે.
અન્વયાર્થ:- મૂળ ગાથા કુંદકુંદ ભગવાનની. “હું નારક પર્યાય નથી, હું તિર્યંચ પર્યાય નથી, હું મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય નથી.” હું એ પર્યાયરૂપ નથી. અને તેમનો એટલે ચારગતિની પર્યાયોનો કર્તા નથી. એનું કરવું મારા સ્વભાવમાં નથી.
હું બીજા પાસે કરાવતો પણ નથી અને બીજો કરે છે એનું હું અનુમોદન કરતો નથી. મનથી કરતો નથી, વચનથી કરતો નથી અને કાયાથી કરતો નથી. મનથી કરાવતો નથી, વચનથી કરાવતો નથી અને કાયાથી કરાવતો નથી. મનથી અનુમોદન કરતો નથી, વચનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com