________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૮૫ અનુમોદન કરતો નથી, કાયાથી અનુમોદન કરતો નથી. કોઈ કરે તો ઠીક; એમ કરાવતો નથી અને તેને અનુમોદન કરતો નથી. એમ ચાર પ્રકારના એ વિભાવ વ્યંજન પર્યાયની વાત કરી. એમાં જે ચારગતિના પરિણામ છે અર્થ પર્યાયો એ પણ એમાં ગર્ભિત આવી ગઈ. નારક પર્યાય, તિર્યંચ પર્યાય વગેરે પર્યાયની વાત નિયમસારમાં આગળ આવી ગયું છે. એ રીતે વ્યંજન પર્યાયમાં લે છે...
ર૬ નંબરનો શ્લોક છે એમાં એ છે. ઘણી જગ્યાએ આવે છે એટલે વ્યંજન પર્યાયમાં લે છે. અર્થ પર્યાયમાં અગુરુલઘુગુણ આદિની સ્વાભાવિક પર્યાયો ! એ પર્યાયોનો હું કર્તા નથી, કરાવનાર નથી, અને બીજા કરે છે એ મને ખબર છે એનું મને જ્ઞાન વર્તે છે કોણ કરે છે? કેઃ પુદ્ગલ કર્મ કરે છે; પણ...પુદ્ગલ કર્મ કરે એનું અનુમોદન હું આપતો નથી.
આહા ! દેવ પર્યાયની રચના કર્મ કરે છે અને હું અનુમોદન આપતો નથી. હું તો સીધો કર્તા છું જ નહીં, હું તો કર્તા થઈ શકતો જ નથી, અને બીજાની પાસે કરાવતો પણ નથી. બીજો કરે છે એ મને ખબર છે. આ કાર્ય આત્મા સિવાય બીજો કરનાર છે. આત્મા કરનાર નથી જાણનાર છે. કરવું તો મારા સ્વભાવમાં છે જ નહીં.
આ નારક પર્યાય, મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, એની રચના કોણ કરે છે? કહે-કર્મ કરે છે. તો એ કર્મ સર્વાર્થસિદ્ધિના દેવની પર્યાય કરે એને હું અનુમોદન આપતો નથી. સર્વાર્થસિદ્ધિના દેવનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે ત્યાંથી નીકળીને સીધો એ મોક્ષમાં જ જાય છે. એ દેવનો છેલ્લો ભવ છે. અને મનુષ્યમાં આવે એ પણ છેલ્લો ભવ છે. સર્વાર્થ સિદ્ધિમાંથી આવીને કોઈ સામાન્ય કેવળી થઈને જાય છે, કોઈ તીર્થંકર થઈને જાય છે.
અહીં કહે છે કે એ પર્યાયને પુદ્ગલ કરે છે. તે પુદ્ગલની રચના છે. “ સ્યદિ પુનસ્થ નિર્માણમ” એકલા પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે. આહાહા ! એ કરે છે એ મને ખબર છે પણ મારો ટેકો એને નથી. એ કરે તો ઠીક એવું અનુમોદન અને મારું નથી.
મુનિની સ્થિતિ બહુ ઊંચા પ્રકારની હોય છે. એને મન, વચન, કાયાનો દોષ નથી લાગતો. નવ કોટીએ એને ત્યાગ હોય છે. એ કોઈને મંદિર બંધાવવાનું અનુમોદન ન આપે. ભાવલિંગી સંત કહે અમે ભગવાનનું મંદિર કરીએ તો નહીં પણ મંદિર કોઈની પાસે કરાવીએ પણ નહીં. પણ બીજો મંદિર કરે તો અમે જાણીએ કે આ પાંચ લાખ રૂપિયા આપ્યા મંદિર કરવા માટે. હું તો જાણનાર છું તેથી અનુમોદન ન આપું. અનુમોદન આપે તો કર્તા થઈ જાય, એ પુદગલ કરે છે. ગૃહસ્થ અવસ્થામાં જ્ઞાનીને દોષ તો છે પણ કર્તા બુદ્ધિ ન આવે. ધાર્મિક કાર્યમાં અનુમોદન આપવાની પણ સ્થિતિ એવી છે તો પણ દોષ તો છે જ..
મુનિની ભૂમિકામાં એવું કોઈ ' દિ હોય નહીં એ મારું કહેવું છે, એટલે કે એ ભાવો છૂટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com