________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
પ્રવચન નં-૭ જાય છે. ઉપરની ભૂમિકા છે ને?! આ તો આપણે હજી સ્કૂળ વાતો કરીએ છીએ આના કરતાં ઘણું સૂક્ષ્મ આવવાનું છે.
અમને ક્ષયોપશમ સમ્યકદર્શન છે એમ મુનિરાજ કહે છે. કારણકે પંચમકાળ છે એટલે પણ, દર્શનમોહનો ક્ષય થઈ જાય ને તો ક્ષાયિક સમ્યકદર્શન થાય એની અમે અનુમોદના આપતા નથી. કેવળજ્ઞાનાવરણી કર્મનો ક્ષય કરે ને પુદ્ગલ ? તો કેવળજ્ઞાનનો ભડકો થઈ જાય, એવું અમે અનુમોદન આપતા નથી. બહુ સૂક્ષ્મ વાત છે. કરવું, કરાવવું અને અનુમોદવું ત્રણેયનું ફળ સરખું બતાવ્યું છે. કર્તબુદ્ધિ ન હોય તો પણ વ્યવહાર કર્તાનો વિકલ્પ આવે છે એ દોષ છે. વ્યવહારે એને કર્તાનો દોષ પણ ન આવે ને એ શુદ્ધોપયોગમાં જતા રહે છે.
મનમાં નથી આવતું એને ભાવમનમાં. કર્મ કરે છે એ ખબર છે પણ કર્મ કરે તો ઠીક એવી અનુમોદના નથી. હવે એનાથી સૂક્ષ્મ આવે છે. બે ગાથા લીધી વ્યંજન પર્યાયની. હું નારકી પર્યાયને, દેવપર્યાયને કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી.
“હું માર્ગણાસ્થાનો નથી”, ચૌદ પ્રકારના જે માર્ગણાસ્થાનો છે યોગ-વેદ-કષાય આદિ, તેમાં સમ્યક માર્ગણા એમાં સમ્યકનાં છ ભેદ. ક્ષાયિક સમ્યકદર્શનના વગેરે માર્ગણાસ્થાનો નથી, હું ગુણસ્થાનો કે જીવસ્થાનો નથી. છઠું-સાતમું ગુણસ્થાન મને નથી. હું છઠ્ઠા સાતમાં ગુણસ્થાનમાં વર્તતો નથી; કેમકે મને ગુણસ્થાન જ નથી. પ્રમત્ત-અપ્રમત્ત આદિ ચૌદ પ્રકારના ભેદો હું નથી. એ ભેદો છે? કે: “હા.' તો એ ભેદને કોણ કરે છે? કે: “કર્મ' જો કર્મ ભેદને કરે એ તો સારી વાત થઈ !? કે: “ના.' સારું ખરાબ એમાં કાંઈ છે જ નહીં. સારું-ખરાબ અમને કાંઈ દેખાતું જ નથી. કોઈ કરે તો સારું અને ન કરે તો ખરાબ એવા ભાગલા અમારા જ્ઞાનમાંથી છૂટી ગયા છે.
રાગ-દ્વેષ-મોહ અમને નથી, અમે તો હાલતા-ચાલતા સિદ્ધ છીએ. આ મુનિની અવસ્થા છે. માર્ગણાસ્થાન લીધા, ગુણસ્થાન લીધા અને જીવસ્થાન લીધા, પણ એ મારામાં નથી, મને નથી. જે શુદ્ધભાવ અધિકારમાં આવી ગયું છે એ જ વાત અહીં કરે છે, કેમકે આ શુદ્ધાત્માનો અધિકાર છે અને શુદ્ધાત્માને આશ્રયે શુદ્ધોપયોગ થાય છે એનું નામ પરમાર્થ પ્રતિક્રમણ છે.
આમાં બે જ વાત લીધી છે, ત્રિકાળી દ્રવ્ય અને એનું અવલંબન બસ. કર્તા બુદ્ધિ થાય તો મિથ્યાત્વ થાય. કર્તાનો-અસ્થિરતાનો વિકલ્પ આવે વ્યવહાર તો દોષ આવે છે. બહુ ઊંચી ભૂમિકા છે.
તીર્થકર ભગવાન દીક્ષા લઈને મૌન થઈ જાય છે. કોઈ પૂછે તો જવાબ ન દે. જવાબ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com