________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ તો ન આપે પણ ખુશીય ન થાય. ભગવાન મહાવીરને છાસઠ દિવસે વાણી ખરી કેમકે ગણધર ન હતા. મુનિઓ તો હોય કેમકે ચોથો કાળ હતો ને!? તીર્થકર થઈ ગયા, વાણી ના ખરી પણ મુનિઓ તો હોય ને!? ચોથાવાળા, પાંચમાવાળા, છઠ્ઠી સાતમાં ગુણસ્થાનવાળા હોય ને!? ચોથો કાળ હતો ને? એમને એમ ન થાય કે હવે કોઈ દેવ આવીને સમોસરણની રચના કરે તો સારું. થવાયોગ્ય થાય છે; સમયવર્તી છે બસ. અમારો વિકલ્પ નિરર્થક છે. એ વિકલ્પ દુઃખદાયક છે. એ તો વિકલ્પનું કર્તવ્ય છે ને!
છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનમાં એવો વિકલ્પ જ ઉઠતો નથી. પંચમગુણસ્થાને ચોથા ગુણસ્થાને વિકલ્પ ઉઠતો હોય કેમકે ભૂમિકા છે એની; તો પણ સાધક એને ભલો માનતા નથી એ તો દોષ જાણે છે. પછી ક્યાં વાત રહી ! કોઈ પણ વિકલ્પ હોય, તેને ભલો માને?! આહા!
તેમનો' એટલે ગુણસ્થાનનો હું કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમતા નથી, આહાહા ! ત્રણવાત એમાં લીધી છે. માર્ગણાસ્થાન ગુણસ્થાન, જીવસ્થાન એ ત્રણેય પર્યાયના ભેદ છે.
હવે શરીરની વાત કરે છે. “હું બાળ નથી, વૃદ્ધ નથી તેમજ તરુણ નથી; તેમનું (હું) કારણ નથી; તેમનો (હું) કર્તા નથી. કારયિતા નથી, અને કર્તાનો અનુમોદક નથી.” આ બધી પુદગલની રચના છે. હું કરતો તો નથી પણ, પુદ્ગલ પાસે કરાવતો પણ નથી, અને પુદ્ગલ કરે તો ઠીક એવું અનુમોદન એમને આપતો નથી.
આત્મા કર્તા તો છે જ નહીં, આત્મા જાણનાર છે. અહીંયાં તો સૂક્ષ્મ બોલ એ છે કેઃ પુદ્ગલ કર્મ કરે છે એનું એ કાર્ય છે અને હું ટેકો આપતો નથી. સૂક્ષ્મ બોલ અનુમોદન ઉપર છે. હું કર્તા નથી પુદ્ગલ કરે છે એ ખબર છે...પણ, હું કરાવતો નથી કેમકે પુદ્ગલ કરે છે તો મારે કાંઈ કહેવાની જરૂર નથી. એ કાર્ય કર્યા જ કરે છે. પુદ્ગલ એ કાર્ય કરે છે તેને અનુમોદન આપતાં મને કર્તાપણાનો દોષ લાગે છે.
મને તો બહુ પહેલેથી લાગે છે કેઃ સમ્યકદર્શન ન થવાનું કારણ-જીવ જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની મેળે કર્તા માને છે. કોઈએ એના ઉપર બળાત્કાર કર્યો નથી. પોતે જ્ઞાતા જ છે એને ભૂલીને સમયે-સમયે કર્તા થાય છે. પહેલા સમયે કર્તા, બીજા સમયે કર્તા, ત્રીજા સમયે કર્તા એ કર્તાની લાળ એમ ને એમ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિપરિતતા અગ્ઝિન ધારા એ છે.
છે સો ટકા જ્ઞાતા, કથંચિત્ જ્ઞાતા-કથંચિત્ કર્તા એમ નથી. સર્વથા જ્ઞાતા-સર્વથા અકર્તા. છતાં અનાદિ કાળથી જ્ઞાતાને ચૂકીને કર્તાપણાની બુદ્ધિ થઈ ગઈ છે. “હું જાણનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com