________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૭
છું એ ભૂલી ગયો હું કરનાર છું એમ માની બેઠો છે. કરનાર માને છતાં કરનાર થતો તો નથી. ઓ ભાઈ, કરનાર થાય તો તો સારી વાત છે.
પોતાને પરના કાર્યનો કરનાર માને, પોતામાં ઉત્પન્ન થતાં પરિણામનો કરનાર માને ભલે પણ કર્તા થાય નહીં, કેમકે અકર્તાપણું છૂટતું નથી. અકર્તાપણું છૂટી શકે જ નહીં. છૂટે તો આત્માનો નાશ થઈ જાય. એ રૂપ થાય તો કરે ને!? એ રૂપ તે થતો તો નથી. “તદ્દરૂપો ન ભવતિ.” “નિજ ભાવને છોડે નહીં અને પરભાવરૂપ થાય નહીં, માટે કર્તા થતો નથી. કર્તાબુદ્ધિ કરીએ તો એનો દોષ થઈ ગયો. એ તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું એણે.
પહેલો જ પાઠ મજબૂત છે. પહેલા પાઠમાં નિર્ણયમાં આવી ગયો. કે હું જ્ઞાતા છું અને કર્તા નથી તે પહેલા જ પાઠ છે. પછી બીજા પાઠમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે જ્ઞાતા છું તો કોનો? એ પ્રશ્ન મોટોઃ એનો જવાબ જો અંદરમાં આવી જાય કે જ્ઞાયકનો જ્ઞાતા છું.
જ્ઞાતામાં આવ્યા પછી પણ પર્યાયનો નિશ્ચય પ્રગટ થતો નથી કેમકે હું જ્ઞાતા છું ને કર્તા નથી. પરિણામ થાય છે એનો કર્તા નથી, પરિણામનો જ્ઞાતા છું તે આડકતરો કર્તા જ બની ગયો. સીધું કર્તાપણું છોડ્યું પણ તને પરિણામને જાણવાની રુચિ થઈ એ જ કર્તાપણું છે. એને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન એનો કર્તા થઈ ગયો. પરિણામનું કર્તાપણું છોડયું પણ પરિણામને જાણે એવા ઇન્દ્રિયજ્ઞાનનો કર્તા બન્યો. તો તું કર્તા જ રહ્યો.
હું રાગનો જ્ઞાતા છું કર્તા નથી; રાગનો જ્ઞાતા તો ઇન્દ્રિયજ્ઞાન થયું, એટલે એ ને એ રહ્યું, કર્તા જ રહ્યો, જ્ઞાતામાં ક્યાં આવ્યો? આ પરમાર્થ પ્રતિક્રમણ છે ને એ બહું ઊંચું છે. છે. મુનિને માટે પરમાર્થ પ્રતિક્રમણ.
યોગનું પ્રતિક્રમણ જ્યારે થાય ત્યારે સિદ્ધ અવસ્થા થઈ જાય છે. એ તો સહજ છે. તેઓ કોઈ પ્રતિક્રમણ કરે છે એવું ત્યાં નથી એ તો કેવળી થયા છે. પણ હજુ સિદ્ધ નથી થયા તેથી યોગનું પ્રતિક્રમણ હજુ બાકી છે. કંપનથી પાછા ફરતા નથી. કંપનની યોગ્યતા હજી અકંપ થતી નથી. અકંપ થાય ત્યારે સિદ્ધ થાય. કંપન હોય ત્યાં સુધી સિદ્ધની પર્યાયને ઘાતે છે. હજુ યોગ અયોગ થતો નથી. અયોગ જિન થાવો જોઈએ ને !? માટે પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, પછી અવ્રત, પછી કષાય અને પછી યોગ અને પ્રમાદ લ્યો તો પાંચ થાય.
આ અમે જ્યારે સ્થાનકવાસીમાં હતા ને ત્યારે પ્રતિક્રમણમાં આ બોલ આવતો. પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ પછી અવ્રત પછી કષાય અને પછી યોગનું. એમ આવતું 'તું એ બરાબર યાદ છે.
સમયસારમાં આવે છે કે જેમ જેમ આગ્નવોથી નિર્વતે છે તેમ તેમ સ્વરૂપમાં વિજ્ઞાનઘન થતો જાય છે. એકની એક વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com