________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૮૯ હું જ્ઞાતા છું કે કર્તા એ આ ભવમાં નિર્ણય કરવા જેવો છે. બીજા ભવ ઉપર છોડવા જેવું નથી. આગમથી, યુક્તિથી, તર્કથી તમારે આમાં જેટલા હથિયાર અજમાવવા હોય એટલા અજમાવો. પણ.. આત્મા કર્તા છે કે અકર્તા એ નક્કી કરવા જશો તો છેલ્લે અકર્તા છું એમ જ આવશે.
જેનો હવે મોક્ષ જવાનો નજીક કાળ પાકી ગયો હશે એને હું અકર્તા છું એ આવી જશે. હું જ્ઞાતા છું પછી પ્રશ્ન મારો કે કોનો? આ આપણે હિંમતનગરમાં સેટિકાની ગાથા વખતે ચાલ્યું તું. પણ હજી કર્તાપણું છોડીને જ્ઞાતામાં આવતો નથી તો જ્ઞાયકનો જ્ઞાતા છું કે પરજ્ઞયનો જ્ઞાતા છું? એનું ભેદજ્ઞાન તો પછી થાય. પરજ્ઞયનો જ્ઞાતા છું કે સ્વયનો જ્ઞાતા છું એ તો પછી ! એ તો બીજો પાઠ છે. હજી તો પહેલા કલાસમાં જ ઉભો છે, હજી બીજા કલાસમાં એ આવતો નથી.
આ જગતમાં જેને આત્મા કહીએ છીએ એ બધા જ્ઞાતા છે કોઈ કર્તા નથી. આત્મા એટલે જ્ઞાતા બસ. આત્માનો પર્યાયવાચી જ્ઞાતા છે. જ્ઞાતા કહો કે આત્મા કહો બેય એક જ વાત છે. આત્મા જ્ઞાયક છે. જ્ઞાયક કહો કે જાણનાર કહો કે જ્ઞાતા કહો એક જ વાત છે. ગાથા બહુ ઊંચી છે.
એક સમય પહેલા વ્યવહાર ચારિત્ર છે, એનું પ્રતિક્રમણ કરે છે. વ્યવહાર ચારિત્રના લાગેલા દોષ એનાથી હું પાછો ફરું છું અને નિશ્ચયચારિત્રમાં આવી જાઊં છું. અમને પૂર્વ પર્યાયમાં પાંચમહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠયો એ દોષ લાગ્યો એનાથી પાછો ફરું છું. એ કષાયનું પ્રતિક્રમણ છે. મિથ્યાત્વ, અવ્રતનું તો થઈ ગયું છે. હવે જે સંજ્વલનનો તીવ્ર કષાય જે ઉભો થાય છે પૂર્વ પર્યાયમાં તે વ્યવહાર ચારિત્રથી પાછો ફરે છે. એ અપ્રતિક્રમણ મારું હતું એનાથી હું પાછો ફરું છું. દોષ લાગે એનું પ્રતિક્રમણ કરું છું.
ભાવલિંગી સંતના વ્યવહાર ચારિત્રની વાત છે આ. એનાથી પાછો ફરું છું. વ્યવહાર ચારિત્ર અને એના ફળ, એનાથી “પ્રતિપક્ષ' એવો શબ્દ આવ્યો! આહાહા ! કહે છે કે હું તેનો કર્તા નથી. આ પરમાર્થ પ્રતિક્રમણ. કેમકે પરમાર્થ પ્રતિક્રમણ છે એ શુદ્ધઉપયોગ છે. શુભઉપયોગનો તો કર્તા નથી પણ, શુદ્ધઉપયોગ જે પ્રગટ થાય છે એનોય હું કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી. એ તો ઠીક પણ એનો હું જાણનાર નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.
વ્યવહાર પ્રતિક્રમણને તો હું કરતો નથી ને જાણતો પણ નથી. નિશ્ચય શુદ્ધોપયોગના પ્રતિક્રમણને પણ હું કરતો નથી તેમજ નિશ્ચય ચારિત્રને કરતો નથી અને તેને હું જાણવાનું બંધ કરી દઉં છું. “હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” ત્યાં શુદ્ધોપયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com