________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૯ (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને” (કહે છે) ઈ યથાખ્યાત ચારિત્ર એટલે પર્યાય ન લેવી. બારમા ગુણસ્થાને જે પર્યાય પ્રગટ થાય છે, એનો તો મારામાં અભાવ છે. યથાખ્યાત એટલે આત્માનું જેવું (એકરૂપ) સ્વરૂપ છે એવો ચારિત્રગુણ મારા આત્મામાં રહેલો છે. “અવિચળ સ્થિતિરૂપ?” અવિચળ સ્થિતિરૂપ એટલે એમાં ચલાયમાન કાંઈ ન થાય, વધઘટ, ચારિત્રગુણ એવો ને એવો અનાદિ અનંત અવિચળરૂપ છે, આ બધાય ગુણોના વિશેષણો છે. યથાખ્યાત ચારિત્ર એટલે બારમા ગુણસ્થાનની વાત લાગે છે ! પણ બારમું ગુણસ્થાન તો આત્મામાં નથી. ગુણસ્થાન જ આત્મામાં નથી. યથાખ્યાત ચારિત્રની જે પર્યાય પ્રગટ થાય, એનો મારામાં અભાવ છે.
આહા! યથાખ્યાત ચારિત્રનો કરનાર (કર્તા) આત્મા નહીં! આ વાત એવી છે કે કર્તબુદ્ધિવાળાને પર્યાય નૈસર્ગિક છે તે બેસવું કઠિન છે પણ ભાઈ ! કબુદ્ધિ છે તે શલ્ય છે. સંસાર છે. કર્તા છે એ જ્ઞાતા નથી, અને જ્ઞાતા છે તે કર્તા નથી.
करै करम सोई करतारा । जो जानै सौ जाननहारा।।
जो करता नहि जानै सोई। जानै सो करता नहि होई।। દોહો છે (કર્તાકર્મ ક્રિયાદ્વાર-સમયસાર નાટક દોહા ૩૩ છે.) પણ.....આ એનો મર્મ છે. જે જાણે છે તે કરતો નથી અને કરે છે તે જાણતો નથી એટલે કે જેની પર્યાયમાં કર્તુત્વબુદ્ધિ છે એની લોકાલોકમાં કર્તુત્વબુદ્ધિ છે.
એક સમયની પર્યાયમાં જેની કર્તુત્વબુદ્ધિ છે તે કર્તુત્વબુદ્ધિ સ્વામિત્વબુદ્ધિ વિના ન હોય-મમત્વ વિના કર્તુત્વ ન હોય જ્યાં મમત્વ હોય ત્યાં જ કર્તુત્વ હોય જેને એક સમયની પર્યાયમાં મમત્વને કર્તુત્વ છે. (તેને) લોકાલોક-આખો લોકાલોક તેનો એ સ્વામી થઈને બેઠો છે નિરાંતે! જેટલા બેંકમાં પૈસા છે એનો જ (એટલાનો જ) ઘણી હું એમ નહીં, પણ (અભિપ્રાયમાં તેને વર્તે છે કે, લોકાલોકનો હું સ્વામી છું! સ્વામીપણું-કર્તાપણું લઈને બેઠો છે નિરાતે જીવ એટલે દુઃખી થાય છે. ધણી થઈ શકતો તો નથી, ધણી થાય તો તો સુખી થઈ જાય, પણ ધણી થઈ શકતો નથી. મમતાથી દુઃખી થાય છે મફતનો !
એક સમયની પર્યાય, એની જો મમતા રહી તો કર્તા બુદ્ધિ છે ને એનાં ફળમાં અનંત દુઃખ! એના મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસારનું દુઃખ છે. કર્તબુદ્ધિ-મિથ્યાત્વનું મહાપાપ છે.
સ્વયમેવ પર્યાય થાય અથવા તો પુદ્ગલ એને કરે તો કરે! એને જાણને તું, તું ઘાલમેલ શું કરવા કરશ મફતનો! જાણે તે કરતો નથી અને જે કર્તાબુદ્ધિવાળો છે તે જાણનાર નથી. બસ! બે જ માર્ગ છે-કાં કર્તા ને કાં જ્ઞાતા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com