________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
પ્રવચન નં-૩ આવે, તો સામાન્ય-વિશેષાત્મક દ્રવ્ય છે, આ બધી પર્યાયો આત્મામાં થાય છે (કહે છે) સહજ નિરાવરણસ્વરૂપ”—ત્રણેયકાળ નિરાવરણ સ્વરૂપ જ છે. મને કોઈ આવરણ આવી ગયું હોય, મારા આત્માને અને મારો આત્મા ઢંકાઈ ગયો હોય અને આખીચીજ આચ્છાદિત થઈ ગઈ હોય (સૂર્યને આડાં ) વાદળાં આવી જાય ને ઢંકાઈ જાય, એમ (મારા આત્મા વિષે) છે નહીં. “(હું તો) સદા નિરાવરણ સ્વરૂપ છું” મને રાગનું આવરણ પણ નથી અને જડકર્મ-દ્રવ્યકર્મનું આવરણ નથી, એમ (કહે છે.) નિરાવરણસ્વરૂપ જ મારો આત્મા છે! અનાદિઅનંત !
“(૨) શુદ્ધજ્ઞાનરૂપ!” (કહે છેઃ ) શુદ્ધજ્ઞાનરૂપ એટલે જ્ઞાનગુણ જે ત્રણેય કાળ શુદ્ધ છે એવા શુદ્ધજ્ઞાનમય-એવું શુદ્ધજ્ઞાન એ મારું રૂપ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, એ પર્યાયરૂપ હું નથી, એ પર્યાયો તો મારાથી ભિન્ન છે. મારાથી ભિન્ન છે તેથી હું એને કરતો નથી ને પુગલ (કર્મો) એને કરે છે તો કરો ! હું એ (પર્યાયોને) કોઈ પાસે કરાવતો નથી અને એને પુદ્ગલકર્મો કરે છે, એ ઠીક કરે છે એવું એનું અનુમોદન પણ કરતો નથી. હું તો શુદ્ધજ્ઞાનમય છું! ત્રણેય કાળ. શુદ્ધજ્ઞાન એટલે ત્રિકાળીજ્ઞાનગુણ મારું રૂપ છે આ પર્યાયો છે એ મારું રૂપ નથી. એ પર્યાયો મારામાં નથી, એમ કહે છે. ( પછી....... (વાંચો.)
(૩) સહજ ચિશક્તિમય” કહે છે કે સહજ ચિશક્તિ એટલે વીર્ય, ચૈતન્યની જે શક્તિ-બળ છે એ ચિલ્શક્તિ છે એ વીર્યગુણ છે. અને અનાદિ-અનંત એ ગુણવાળું છે એ મારું રૂપ છે. અનંતવીર્યવાળો હું છું. એ વીર્યગુણ પણ નિરાવરણ છે. એને અંતરાય કર્મનો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ થાય એ કાંઈ લાગૂ પડતું નથી, એ પર્યાયને લાગૂ પડે છે.
“(૪) સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ એટલે દર્શન નામનો એક ગુણ છે એનાથી હું પરિપૂર્ણ છું-જ્ઞાનગુણથી, દર્શનગુણથી વીર્યગુણથી, સુખગુણથી અનંતગુણથી પરિપૂર્ણ છું એમ. “જેની મૂર્તિ અર્થાત સ્વરૂપ સહજદર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા”, એટલે કે દર્શન નામનો ગુણ સહજ એનું સ્કૂરણ એટલે સાહજિક છે એટલે કે જ્ઞાન નામનો ગુણ છે, દર્શન નામનો ગુણ છે (એવા એવા અનંતગુણોથી) સહજ જ રહેલો પરિપૂર્ણ આત્મા છે. આવે છે ને! જ્ઞાન-દર્શનમય ખરે! હા, આ ઈ ! (શ્રોતા ) દર્શન એટલે શ્રદ્ધા ! (ઉત્તર:) ના, દર્શન ગુણ આ (એની વાત છે. ) જ્ઞાનગુણને દર્શનગુણની વાત છે (આમાં) શ્રદ્ધા ગુણ ન લેવો. (દર્શનગુણ એટલે ) સામાન્ય અવલોકન આવે છે ને! ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન ને કેવળદર્શન-એવી ચાર પર્યાયો થાય જે ગુણની વિશેષદશા એવો સામાન્યગુણ એ દર્શનગુણ દર્શન એટલે અવલોકન ! ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકન !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com