________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૭ છે, પર્યાયને આવરણ હોય-કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થતી નથી, તો કેવળજ્ઞાનાવરણ કર્મનો ઉદય એમાં નિમિત્ત કારણ છે અને તત્સમયની જ્ઞાનની પર્યાયની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે, કે કેવળજ્ઞાનની પર્યાય થતી નથી, તો જ્ઞાનની, દર્શનની, ચારિત્ર (આદિ) ની પર્યાયની સાથે કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે! મારો ભગવાન આત્મા તો સદા નિરાવરણ છે!! આવરણ જ નથી. સદા નિરાવરણ છે !
સદા નિરાવરણ સ્વરૂપ!”
એટલે કે આવરણ પહેલાં હતું ને હવે આવરણ વયું ગયું એમ નથી. હું તો નિરાવરણસ્વરૂપ જ છું. પર્યાયનો સ્વીકાર છે, પણ સાંખ્યમત એકાંતે નાસ્તિ કહે છે અને આ શુદ્ધનયના બળે નાસ્તિ કહે છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોવામાં આવે તો નાસ્તિ છે (વેદાંત ને જૈન કહે છે) એમાં મોટો ફેર છે. અહીં જ્યારે એક નયથી ભિન્ન છે એમ કહે છે ત્યારે એની પ્રતિપક્ષ બીજી નયથી અભિન્ન છે, એમ આવી જ જાય સ્યાદ્વાદમાં એક નિશ્ચયનયથી જ્યારે પરિણામ (ને) ભિન્ન કહે, ત્યારે પ્રતિપક્ષ બીજી વ્યવહારનયથી પરિણામ અભિન્ન છે જ્ઞાનનો વિષય, એમાં આવી જાય છે. એટલે જૈનદર્શન સિવાય સ્યાવાદ નથી. કોઈએ વ્યવહારનયને એકાંત પકડયો, કોઈએ નિશ્ચયને એકાંતે પકડયો અને કોઈએ પ્રમાણને એકાંતે પકડ્યો !
વસ્તુ તો નિત્ય ને કાં અનિત્ય જ હોય, વસ્તુ નિત્યાનિત્ય એ તમારું સંશયાત્મક (જ્ઞાન) છે! કારણ કે કથંચિત્ નિત્ય ને કથંચિત્ અનિત્ય એવું તમારું (કથન ) સંશયાત્મક છે. કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય શું? કથંચિત્ શુદ્ધ ને કથંચિત્ અશુદ્ધ? કાં કહો કે શુદ્ધ ને કાં કહો અશુદ્ધ અને અરે ! શુદ્ધાશુદ્ધ કહો ! કથંચિત્ (કહીને) નય લગાડો છો તમારું ઠેકાણું નથી કાંઈ એમ (એ લોકો ) કહે છે. સમજી ગયા?
એટલે કે એક ધર્મને પકડી લીધો, દાંત આવે છે ને, હાથીનું દષ્ટાંત આવે છે. હાથી હતો અને એક આંધળો માણસ હતો તેણે હાથીના પગ (હાથ ફેરવીને) જોયા તો હાથી કેવો? કે થાંભલા જેવો કાન જોયા તો હાથી કેવો? કે સુપડા જેવો. એમ અનેક અનેક રીતે એનાં (એક એક) અંગને જોઈને, વાત પકડી સર્વાગે પકડીને બીજા અંગોને ગૌણ કરીને એકને મુખ્ય કર્યું નહીં. સર્વાગને જાણે પછી એક અંગ મુખ્ય-ગૌણ થાય. સર્વાગને તો જાણું નહીં એક અંગને પકડી લીધું (જન્માંધ હતો) એમ આ જૈનદર્શન છે તે એકને સર્વાગથી પ્રમાણથી આખા આત્માને જાણ્યા પછી, નયથી-એકને ગૌણ અને મુખ્ય કરીને સમજાવે છે.
આંહીયાં દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી-શુદ્ધનિશ્ચયનયથી આત્માની વાત કરે છે કે.....આત્મામાં પરિણામોનો અભાવ છે. વ્યવહારનયથી જોવામાં આવે-પ્રમાણજ્ઞાનથી જોવામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com