________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
પ્રવચન નં-૩ કાં કર્તા રહે તો સંસાર-ચારગતિમાં (રખડે!) અને જો જ્ઞાતા થઈ જાય, જ્ઞાતા પણ જ્ઞાયકનો, જ્ઞાયકનો જ્ઞાતા થતાં જ એમ લાગે (-જણાય) કે આ પરિણામનો કર્તા પુદ્ગલ છે. જ્ઞાયક ઉપર દૃષ્ટિ પડતાં જ પરિણામની કતૃત્વબુદ્ધિ છૂટી જાય! મિથ્યાત્વ જાય, પરિણામ રહે પણ મિથ્યાત્વ (-કર્તા બુદ્ધિનો અભાવ થાય) જાય. ઓહો હો ! “આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે!”
(શું કહ્યું?) ઓહોહો ! આત્મા અકર્તા છે એ જેનદર્શનની પરાકાષ્ટા છે! બધાયના આત્મા હો ! બધાયના આત્મા જ્ઞાયકભાવ, સ્વભાવે અકર્તા રહેલા છે! પોતાના પરિણામને પણ કરે નહીં!!
આત્મા એનો કર્તા નથી, એવા આત્માને જાણો ને એને જાણતાં-જાણતાં આ થાય છે એમ તેને જણાય જાય છે! કર્તબુદ્ધિ છૂટે ક્યારે કે આત્માનું અવલંબન લઈને અનુભવ કરે ત્યારે!
પણ, વિકલ્પમાં એણે (યથાર્થપણે ) નક્કી કરવું પડે પહેલાં, કે પર્યાયનો કર્તા આત્મા નથી. પર્યાયનો કર્તા આત્મા હોય તો બધાય સમ્યકદર્શન શું કામ કરે? કેવળજ્ઞાન જ બધાય કરી લ્ય! દુ:ખ તો કોઈને વહાલું નથી ! દુઃખને ટાળી ધે ઈ લ્યો! જો આત્મા કર્તા હોય તો દુઃખની પર્યાયને ટાળી ધે ને સુખની પર્યાય પ્રગટ કરી દે! સુખ તો બધા ઈચ્છે છે, સુખ તો જીવમાત્રને જોઈએ છે, કોઈની દુઃખની ઈચ્છા તો નથી (જો તું કરી શકશો હો-કર્તા હો, તો સુખને પ્રગટ કરી દે તું- (તારામાં કરવાની ) શક્તિ હોય તો !
શક્તિ નથી એનામાં સુખની (પર્યાય) પ્રગટ કરવાની, સંસારી સુખને પ્રગટ કરવાની શક્તિ નથી અને આત્મિક સુખને પ્રગટ કરવાની શક્તિ આત્મામાં નથી. જાણવાની શક્તિ પૂરી છે ! કરવાની શક્તિ નથી.
જાણવાનું પુરેપુરુ કરવાનું કિચિત માત્ર નહીં આવો આત્માનો સ્વભાવ છે (અકર્તાજ્ઞાતાને, શ્રદ્ધા જ્ઞાનમાં લેતાં, એને ધર્મની શરૂઆત થાય, છતાં ધર્મના પરિણામને એ કરે નહીં! થાય એને જાણે ! એ થવા યોગ્ય થયા ધરમના પરિણામ (એ પરિણામ) મારા કરવાથી થયા નથી, વ્યવહારનય મને કર્તા કહે છે, ઉપચારથી તો કહેવા દ્યો ! હું તો નિશ્ચયના બળે જાણું છું કે (આ) ધરમના પરિણામને મેં કર્યા નથી. થયા છે એમ જાણું છું, અથવા પુદ્ગલકર્મ કર્યા છે એમ જાણું છું ! “આ” ખૂબ ઊંચા પ્રકારની વાત છે.
“સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા લોભ નથી.”
(કહે છે કેસમસ્ત સંસારના કલેશનું-દુઃખનું કારણ એવા ક્રોધ-માન-માયા-લોભ, મારા ત્રિકાળી સ્વભાવમાં નથી. જે ઉપર કહ્યો સ્વભાવ મારો જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યવાળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com