________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૪૧ આત્મા! એ સ્વભાવમાં આ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ છે. એવા આત્માને હું ભાવું છું! આવા આત્માને કે જે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છે કે જેમાં ક્રોધ-માન-માયા-લોભના ભાવનો અભાવ છે.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (-ભેદોથી) ભરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.”
(શું કહે છે!) હવે, મૂળ વિષય આવ્યો. અત્યાર સુધી તો આ મારામાં નથી, (આ) મારામાં નથી, (આ) મારામાં નથી, (આ) મારામાં નથી (એમ) આવ્યું ઘણું, હવે નથી માટે હું કર્તા નથી. અને નથી માટે હું કર્તા નથી તો કો'ક એનો કર્તા હોવો જોઈએ, એ વાત હવે શરૂ કરે છે.
વિવિધ વિકલ્પો એટલે વિવિધ ભેદો-જે ઉપરમાં નારક આદિના ચાર ભેદો કહ્યા દાખલા તરીકે, પછી (ચૌદ) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસમાસના ભેદો કહ્યા', મોહેંરાગ-દ્વેષના ભેદો કહ્યા, પછી ક્રોધ-માન-માયા-લોભના ભેદો કહ્યા, બાળ-યુવાન-સ્થવિરવૃદ્ધાવસ્થાના ભેદો કહ્યા, એનો હું કર્તા નથી એ ભેદો મારામાં નથી, મારા સ્વભાવમાં નથી, એ જે (સર્વ ભાવો-ભેદો ) એ મારામાં નથી (તેથી) એનો નિશ્ચયથી હું કર્તા નથી.
નથી” માટે કર્તા નથી, મારામાં એ નથી માટે એનો કર્તા નથી. (કારણકે) વ્યાપ્ય વ્યાપક સંબંધનો અભાવ છે. મારામાં નથી એવો (હું છું ) પર્યાયના ભેદો મારામાં નથી. તેથી નિશ્ચયથી એનો હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક પણ નથી.
એનો સીધો હું ડાયરેકટ તો કર્તા નથી, એની સન્મુખ થઈને સીધો તો હું કર્તા નથી પરિણામનો પણ કારયિતા નથી એટલે કરાવનાર નથી. (દાખલા તરીકે) મકાનને સીધો તો હું ચણતો નથી, મકાનને કડિયા મારફત પણ હું ચણાવતો નથી. અને...એ કડિયો મકાનને ચણે તો ઠીક એને હું અનુમોદન આપતો નથી. દરજી.... કપડું...સીવે છે-એટલે કે એને એ કરે છે એમ મને ભાસતું નથી. એટલે હું કરું છું એમ ભાસતું નથી, ભલે એને ઈ દરજી કરે (-કરતો દેખાય તો પણ) મને એમ પ્રતિભાસતું નથી કે એ દરજી સીવે છે, હું સીવડાવું છું ને દરજી સીવે એ ઠીક કરે છે એવું અનુમોદન પણ હું આપતો નથી. ઈ પર્યાયને કરે છે ) એનું અનુમોદન હું કરતો નથી.
કોઈ (પણ) પદાર્થ, બીજા પદાર્થ મારી પર્યાયને કરે, એવું અનુમોદન હું આપતો નથી, દર્શનમોહ ખસી જાય તો ઠીક અને સમ્યકદર્શન થાય એવું અનુમોદન મારે નથી. જ્ઞાનાવરણકર્મ-કેવળજ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, એનો ક્ષય થાય અને કેવળજ્ઞાન મને પ્રગટ થાય, એને હું અનુમોદન આપતો નથી. જો હું....અનુમોદન આપું તો હું ઈનડાયરેકટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com