________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨.
પ્રવચન નં-૩ કર્તા બની જાઉં!
અનુમોદવું બીજા કોઈ હિંસાના પરિણામ કરતા હોય અને માનસિક ટેકો આપવો, કરે. તો ભલે કરે, આપણે કયાં કરીએ છીએ? હિંસાના પરિણામ આપણે કરીએ તો દોષ લાગે! પણ બીજો હિંસાના પરિણામ કરે એને જો તમે અનુમોદન આપ્યું, તો તમે હિંસક થઈ ગયા. કર્તાપણાનો દોષ તમને લાગે ! (શ્રોતા ) મદદ કરીને એને (ઉત્તર) કર્તા થઈ ગયો! કોર્ટનો કાયદોય એમ કહે છે કે, આ સર્વજ્ઞભગવાનનો કાયદો એમ કહે છે. ભાઈનું કાંઈ કરમા ( - કર નહીં) એક જાણવાના સ્વભાવમાં ટકી રહે!! મુનિરાજને તો કરવું-કરાવવું ને અનુમોદવું, મન-વચન-કાયાથી, એમ નવ કોટિએ પચખાણ હોય છે!
મનથી કરવું-કરાવવું નથી-કરતો હોય એને અનુમોદવું નથી, એમ વચનથી કરવું નથી-કરાવવું નથી ને કરતો હોય એને અનુમોદન આપવું નથી, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં ને કરતો હોય એને અનુમોદવું નહીં, નવ કોટિએ પચખાણ એમને મુનિરાજને, સાધુન હોય છે.
આ કર્તા બુદ્ધિનું એ ઝેર જીવને મારી નાખે છે, સ્વભાવે જ્ઞાતા છે, છતાં એને કર્તા માનવો, એ મોટી ભૂલ છે! છતાં એ (માને તો પણ) કર્તા તો બની શકતો જ નથી-કરી શકતો નથી, કરી શકતો હોય ને કર્તા માને તો તો ઠીક છે, કર્તા નથી, અકર્તા છે. કરી શકતો નથી અને કર્તા માને છે, દુઃખી થાય છે.
ન થાય તોય દુઃખી, થાય ને અહં કરે તોય દુઃખી ! કર્તા બુદ્ધિવાળાને કોઈ કાર્ય કરવાની ઈચ્છા થઈ, તે પ્રમાણે કાર્ય ન થયું તો દુઃખી થયો અને પોતાની ઈચ્છા પ્રમાણે થવા યોગ્ય કાર્ય થયું, અને તે મારી ઈચ્છાથી થયું તો એમાં અહંકાર કર્યો તોય દુઃખી !
ન થાય તોય દુ:ખી અને થાય તો અહંકાર વધી જાય તોય દુઃખી. કર્તબુદ્ધિવાળો નિરંતર દુઃખી જ છે. કર્તાબુદ્ધિ છોડવાનો પ્રયત્ન જીવે, જ્ઞાયકને આશ્રયે કરવો જોઈએ.
હું કરતો નથી, કરાવતો નથી, હવે એને પુદ્ગલકર્મો કરે છે એને હું અનુમોદના આપતો નથી. એ સૂક્ષ્મ બોલ છે. (કહે છે) કે આ જે પરિણામો થાય છે, એને પુદ્ગલકર્મ રચે છે! સદ્દભાવ સંબંધ અને અભાવ સંબંધ (પર્યાયની રચનામાં) એનાથી આ રચાયેલા ભાવો છે, એ કર્મકૃત ભાવો (-પર્યાયો) છે. બંધ-મોક્ષને કર્મકૃત કહ્યા! કર્મથી ઊપજેલા ભાવો છે-કર્મથી જન્મેલા ભાવો છે, એ ભાવો ને જડ કર્મ કરે તો ઠીક ! એવું મારે અનુમોદન નથી, જો હું એવું એનું અનુમોદન આપું છું તો હું કર્તા બની જાઉં છું. કર્તા બનું તો જ્ઞાતા રહી શકતો નથી.
માટે હું ડાયરેકટ (એભાવો ને) કરતો નથી, કરાવતો નથી ને કરે એને ઈનડાયરેકટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com