________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પણ મારો ટેકો (–અનુમોદન) નથી. વાસો થાબડતો નથી કર્મને! એવો અકર્તા-જ્ઞાતાભાવમાં રહેલો છે આત્મા ! અને, એવા અકર્તા જ્ઞાતા આત્માને દૃષ્ટિમાં પકડે, તો કામ થઈ જાય !
૪૩
“અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો (વિભાવ પર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો ) અનુમોદક નથી.
( કહે છે) એટલે બધાય વિભાવ ભાવો એટલે વિશેષભાવો કહ્યા, એનો કર્તા ખરેખર પુદ્દગલકર્મ છે. કર્તા પુદ્દગલકર્મ છે. એ ( ભાવોને ) પુદ્દગલકર્મ કરે છે, એને હું ટેકો આપતો નથી. કરે છે તો પુદ્દગલકર્મો! હું તો કર્તા નથી, (–પુદ્દગલકર્મ ) કરે તો ઠીક, એવો ટેકો પણ હું આપતો નથી. (ટેકો આપું તો) હું કર્તા બની જાઉં માટે, હું જ્ઞાતાપણે રહ્યો છું, માટે હું તો જ્ઞાતા જ છું! હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું!
અહા....હા.! આત્માને ભાવું છું ને થાય છે એને જાણું છું, આત્માને ભાવું છુંશુદ્ધાત્માને. અને પરિણામ થાય છે એને હું જાણું છું! પરિણામ થયા વિના રહે નહીં, એક સમય પણ એવો ન હોય કે પરિણામ ન થાય! અને એક સમય પણ એવો ન આવે, કે એ (થતા ) પરિણામનો એ આત્મા કર્તા બને! કર્તા બને તો મિથ્યાદષ્ટિ! વાહ, વાહ! કેટલી વિરોધાત્મક વાત છે!
(શ્રોતાઃ ) એક પણ સમય એવો ન હોય કે પરિણામ ન હોય, એક સમય એવો ન હોય કે જ્યારે આત્મા કર્તા બને!
(ઉત્ત૨: ) કર્તા બને તો મિથ્યાદષ્ટિ! અને અકર્તા છું અને સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માની જ ભાવના ભાવતાં-ભાવતાં, આ પરિણામો જે થાય છે, એને હું જાણું છું તો જ્ઞાની બની જાય છે. પરિણામની કર્તાબુદ્ધિ થાય તો અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. મોટું પાપ છે કર્તાબુદ્ધિનું કર્તાબુદ્ધિ મિથ્યાત્વ છે. પુણ્યના પરિણામ મેં કર્યાં, દયાના પરિણામને હું કરું છું, અથવા દયાના પરિણામ પ્રગટ થાય, ત્યારે ચારિત્રમોહ કર્મની પ્રકૃતિનો મંદ ઉદય થાય ને (આ ) દયાના—અહિંસાના ભાવ મારી પર્યાયમાં થાય તો સારું તો પુણ્ય બંધાય મને, એ અભિપ્રાયવાળો પાપી છે. મિથ્યાત્વનો દોષ લાગી ગયો, એ મહાપાપ લાગ્યું!
પુણ્યના પરિણામ એ ચારિત્રનો દોષ છે અને એને ‘હું કરું છું અથવા બીજો કરે તેને અનુમોદન ' એ મિથ્યાત્વનો દોષ છે.
પરિણામ થવાયોગ્ય થાય છે, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં પડયો છું, અને ભાવું છું દ્રવ્યને જાણું છું પર્યાયને, ભાવું છું દ્રવ્યસામાન્યને, જાણું છું વિશેષને, ભાવું છું જ્ઞાયકને, જાણું છું પ્રમત્ત-અપ્રમત્તદશાઓને ! ભાવું છું, આત્માને, જાણું છું મોક્ષમાર્ગને-ભાવું છું આત્માને, જાણું છું મોક્ષને તેને કરતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com