________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
પ્રવચન નં-૩ કેવળ-જ્ઞાનની પર્યાય થાય, એનો હું કર્તા નહીં, પુદગલકર્મ પાસે કરાવનાર નહીં, પુદ્ગલકર્મ કરે તેને હું અનુમોદન આપું, એવો પણ હું નહીં.
આહા...હા.! (આત્મા) અકર્તા છે, તે કર્તા બને શી રીતે ? એ તો..... આત્મા ઉપર અજ્ઞાની બળાત્કાર કરે છે. ભાઈ? સમજાણું? ચિદાનંદ આત્મા, જ્ઞાયક છે, ધર્માત્મા છે. એ. ધર્માત્મા છે—ધર્મને ધારણ કરનારો ધર્માત્મા છે-અરે! મહા ધર્માત્મા છે. એવો ધર્મી જે ભગવાન આત્મા, જ્ઞાયકભાવ, સ્વભાવે અકર્તા છે, એના ઉપર અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અનંતકાળથી પોતાના સ્વભાવ ઉપર બળાત્કાર કરીને કહે છે હું કર્તા છું. કર્તા છું હું કર્તા છું. એટલે એનાં ભાવપ્રાણનું ખૂન થાય છે એટલે સમ્યકદર્શનશાનચારિત્રનાં વીતરાગી પરિણામ પ્રગટ થતાં નથી (પરંતુ) મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રના વિકારી પરિણામ પ્રગટ થાય છે. અજ્ઞાની બળાત્કાર કરે છે (નિજ ) આત્મા ઉપર!!
(લોકમાં) એ કોઈના ઉપર બળાત્કાર કરે તો એને જેલ મળે, આ (નિજ) આત્મા ઉપર બળાત્કાર કરે છે કર્તાપણાનું (શલ્ય રાખીને) અકર્તા (આત્માને) કર્તા માની બેઠો છેસમયે, સમયે પાછું એમ બળાત્કાર કરે છે (નિજ આત્મા ઉપર) સમયે-સમયે હું કર્તા છું..કર્તા છું....કર્તા છું-કરું હું.હું જ કરું છું, હું અકર્તા નહીં, કરું-કરું..કરું અને કરું તો પુરુષાર્થ કહેવાય! જાણું અકર્તાને, એમાં પુરુષાર્થ લાગતો જ નથી ! જગતને!
(શ્રોતા ) (સાહેબ,) એમાં તો ચારગતિની જેલ મળે છે. એને નિગોદની જેલ મળે, ચારગતિની જેલ તો નાની છે. (ઉત્તર) જો ભાઈ, કર્તબુદ્ધિ છૂટી તો અલ્પકાળમાં મોક્ષને કોંબુદ્ધિ રહી તો દુઃખીના દાળીયા છે !
આવા સદ્દગુરુ મળ્યા, આવા (સત્) શાસ્ત્રો મળ્યા, આવી નયવિવક્ષાથી પાછા સમજાવે છે, કોઈ એકાંત (નો) દોષ આમાં નથી લાગતો! એમ! “શુદ્ધનિશ્ચયનયના બળે' , શુદ્ધદ્રવ્યાર્થિક નયે, શુદ્ધજીવાસ્તિકાયને આ ભાવો નથી. બોલો! નયથી, વિચક્ષાથી (વાત) કહે છે, બીજી વ્યવહારનયે કર્તાપણું છે એ આંહી ગૌણ છે. અત્યારે!
કેમકે વ્યવહારનયે જે કર્તાપણું કહ્યું એ તો નિશ્ચયનયે અકર્તા થાય અને વ્યવહારનયે કર્તાપણું કહેવાય નહીંતર તો અજ્ઞાન છે. (નિશ્ચય હોય ત્યાં વ્યવહાર લાગૂ પડ) એ વ્યવહારનો જાણનાર ક્યાં એને તો અજ્ઞાન છે. એને તો નિશ્ચયેય નથીને વ્યવહારેય નથી.
હું નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” (કહે છે કે, પહેલાં બોલમાં આવ્યું કે, હું નારક પર્યાયને કરતો નથી, કરાવતો નથી અને નારકપર્યાયની રચના પુદ્ગલ કરે છે એનું હું અનુમોદન આપતો નથી. માટે હું તો અકર્તા છું એટલે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું! હું કરતો નથી, કરાવતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com