________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૪૫ નથી ને કર્તાનું અનુમોદન પણ કરતો નથી. નારકની પર્યાયની રચના પુદ્ગલકર્મ કરે છે, પણ હું એને ટેકો નથી આપતો. આહાહા!
બહુ ઊંચા પ્રકારની વાત છે. દષ્ટિ બિલકુલ સ્વભાવ ઉપર છે, પર્યાય ઉપરથી ખસીનેપર્યાયનું લક્ષ છોડીને-પર્યાયાર્થિકનયની આંખ સર્વથા બંધ કરીને અને દ્રવ્યાર્થિકનયના ચક્ષુ વડે જોવામાં આવે તો સામાન્ય સ્વભાવ અકર્તા છે એને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો, સામાન્યને ઉપાદેયપણે જાણે છે, ત્યારે આત્માને આત્માની અનુભૂતિ થાય છે.
સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું” સાધક એમ કહે છે અહીંયા કે ત્રિકાળી સામાન્ય દ્રવ્યને ભાવું છે અને પર્યાયને જાણું છું થાય એને કરતો નથી, કરતો નથી માટે જાણપણું છે. ( પરિણામને ) કરું તો જાણપણું રહે નહીં મારું ! તો મિથ્યાષ્ટિ થઈ જાય! માટે જાણું છું, અને એને જાણું છું એમેય કહ્યું નથી, એ તો આપણે ઉપરથી કહીએ છીએ, આપણે ઉપરથી લઈએ છીએ (શા માટે? કે) એ પર્યાયને હું કરતો નથી પણ સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને ભાવું છું એટલે આને ભાવું છું તો પર્યાય થાય એને જાણું છું! પણ કરતો નથી. એને જાણું છું તે આપણે ઉપરથી લીધું છે પણ એમાં તો આટલું જ છે.
(હું ) કરતો નથી, કરાવતો નથી, અનુમોદક નથી પણ હું તો આંહી (ચૈતન્યના વિલાસ સ્વરૂપને ) ભાવે છે. પર્યાયને જાણું છું એમ પણ નહીં, આને જાણું છું એમ પણ નથી
લીધું.
પણ...આપણે તો ઓલી કર્તા બુદ્ધિ છૂટી છે અને સાધક છે, તો સાધક છે તેથી એને જાણે છે બસ, એટલું ! ( શ્રોતા ) જે જણાય છે અને જાણે છે (એમ કહ્યું વ્યવહારે) આંહીયાં કહે છે હું એને જાણું છું એ વાત નહીં, જે ઉપાદેયતત્ત્વ છે એને હું જાણું છું, હેયતત્ત્વને હું જાણતો નથી, સમજી ગયા? ત્યાં સુધીની વાત છે. ભાવું છું જાણું છું આત્માની ભાવના કરે, તો એનો ઉપયોગ આત્મા તરફ વળે કે પર્યાય તરફ વળે?
ઉપયોગ આત્મા તરફ જ હોય, પર્યાયને જાણવાં તરફ ન જાય. એ ઉપાદેયભૂત તત્વ છે ત્યાં જ ઉપયોગ હોય ને! એને જ જાણવા રોકાણો છે બસ! એને જ જાણ્યા કરું સાદિઅનંતકાળ, બસ ! એવો જ મારો સ્વભાવ છે.
હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે) તિર્યંચના ભાવને-પર્યાયને હું કરતો નથી, કરાવતો નથી ને અનુમોદન કરતો નથી. આહાહા ! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રસ, સ્થાવર જે તિર્યંચના ભેદો છે, એ તિર્યંચના પરિણામને, એની ગતિના પરિણામને હું કરતો નથી, કરાવતો નથી, અનુમોદક પણ નથી. હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જે ભાવું છું. જાણું છું એમ ન લખતાં એને ભાવું છું આહા....હા ! એને ભાવું છું એટલે કે એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com