________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૧
એવા છ મહિના અને આઠ સમયમાં છસોને આઠ જીવ અને એક વર્ષે બારસોને સોળ જીવ પરમાત્મા થાય છે. સિદ્ધદશાને પ્રાપ્ત થાય છે. આપણા ગુરુદેવ અહીંથી સ્વર્ગમાં ગયાપધાર્યા. તેઓ બીજા કે ત્રીજા સ્વર્ગમાં છે તે બહુખ્યાલ નથી. ત્યાં બે -ત્રણ સાગરનું આયુષ્ય છે. પછી પાછા મનુષ્ય થશે પછી સ્વર્ગમાં જશે અને પછી ત્યાંથી તીર્થંકર થશે ત્યાં સુધીમાં અસંખ્ય અબજો વર્ષ જતા રહેશે.
કાગળ લઈને ગુણાકાર કરો, કેઃ એક વર્ષ બારસો જાય તો દશ વર્ષે કેટલા સિદ્ધ થાય ? તો સો વર્ષે કેટલા? હજાર વર્ષે કેટલા ? એક લાખ વર્ષે કેટલા ? એક કરોડ વર્ષે કેટલા
સિદ્ધ પ૨માત્મા થાય !? (પૂ. ગુરુદેવ ) એ સિદ્ધ પરમાત્મા થશે એના પહેલાં ઢગલાબંધ આત્માઓ સિદ્ધ થશે. આ પાંચ રત્ન એટલે પંચ પરમેષ્ઠી પદમાં એ જીવ આવી જાય છે. પહેલાં સમ્યગ્દર્શન થાય અને પછી એ જીવ પંચ પરમેષ્ઠીમાં આવી જાય. એવા ઊંચા પ્રકારની આ પાંચ ગાથાઓ છે.
જીવની શું ભૂલ છે એ આમાં (ગાથામાં) બતાવે છે. જેને મૂળમાં ભૂલ કહેવાય. એકમણમાં આઠ પાંચ શેરીની ભૂલ. મોટી ભૂલ શું છે? કેઃ પ્રત્યેક આત્માઓ સ્વભાવથી જ જ્ઞાતા છે. સ્વભાવથી જ જ્ઞાતા હોવા છતાં પણ કોઈના ઉપદેશ વિના, કર્મના ઉદય વિના, પોતે પોતાની મેળે હું જ્ઞાતા છું એમ સમયે સમયે ભૂલે છે.
હું કેવળ જ્ઞાતા
જાણનાર....જાણનાર...જાણનાર....જાણનાર....જાણનાર....છું
એવા પોતાના નિજ અસલી સ્વભાવને ભૂલે છે. જ્ઞાતાભાવને છોડે છે અને એ એમ માને છે કે હું આ થતા પરિણામ થવા યોગ્ય પરિણામ થાય અંદરમાં એને કરું, કર્મને કરું શરીરને કહ્યું, અને દુકાનને ચલાવું, ઘરાકને સમજાવું એ બધી કર્તાબુદ્ધિ-સંસાર છે. જ્ઞાતા હોવા છતાં પણ પોતાને ભૂલીને પોતે સ્વયં કોઈના ઉપદેશ વિના એ કર્તા બને છે. કર્તા માને છે છતાં કર્તા થતો તો નથી. કર્તા માને છે એ શ્રદ્ધાની ભૂલ છે. એ શ્રદ્ધાનો દોષ કેમ જાય એની આ ગાથા છે.
,,
“ ભૂલા હૈ સ્વયં આત્મા કો, જો ભૂલાને કે કાબિલ નહીં હૈ, ” આહા ! “અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા.” પોતે પોતાને ભૂલી ગયો. હું કોણ છું એ ગૂમ થઈ ગયું. હું કોણ છું એ વાત એના લક્ષમાં આવતી નથી હજી પણ. એ તો લક્ષમાં એમ લ્યે છે કે આ દેહ મારો અને દેહ તે હું. રાગ મારો અને રાગ તે હું, કર્મ અને નોકર્મમાં હું પણાની માન્યતા કરી કરીને દુઃખી થાય છે કર્તાબુદ્ધિથી.
આત્મા સ્વયં જ્ઞાતા છે. સ્વભાવથી જ જ્ઞાતા છે. કોઈ નયથી જ્ઞાતા છે એમ નથી. સ્વભાવથી આત્મા જ્ઞાતા છે. જેમ ચક્ષુ દશ્ય પદાર્થને દૂરથી દેખે પણ ચક્ષુ કોઈના કાર્ય કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com