________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
પ્રવચન નં-૧૭ આત્માને એક સમય પણ આત્માએ જાણ્યો નથી. “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત '–બધી ક્રિયાકાંડ (શુભાશુભભાવ) ઘણું બધું કર્યું નવમી રૈવેયક સુધી અનંતવાર ગયો પણ એક કેવળ આત્માને જાણો નહીં. આત્માને જાણ્યા વિના ભવનો અંત કોઈને આવતો નથી, આવ્યો નથી અને આવવાનો પણ નથી. થાકીને પણ, હારીને પણ આહાહા! જેમ આખો દિવસ રખડે બજારમાં, પણ ઘરે જાય ત્યારે થાક ઊતરે હાશ! ભલે ઝૂંપડી હોય પણ હાશ! ઘરમાં આવ્યા (વિશ્રાંતિ લીધી!)
એમ આ ( તારે) થાક ઊતારવો હોય, તો આત્માને અંતર્મુખ થઈને જાણે કે: “મને તો...જાણનારો જણાય છે, જે જાણે છે એને નથી જાણતો જે જણાય છે એને જાણું છું! આહાહાપર્યાયના ભેદને જાણતો નથી, હું તો અભેદને (જ્ઞાયકને) જાણું છું એજ સ્વય છે ને હું જ જ્ઞાતા છું-એવો અનુભવ કરતાં એને ભવનો અંત આવી જાય છે. હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૦ પ્રવચન નં-૧૮
તા. ૨૯-૪-૯૦ આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનાં પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની પાંચ ગાથા છે. બહુ ઊંચી ગાથા છે. શ્રી તારાચંદભાઈએ આ ગાથાના સ્વાધ્યાયની માંગણી કરી. આખા નિયમસારનો સાર છે આ ગાથામાં. ધર્મદશા કેમ પ્રગટ થાય એનો ઉપાય એમાં બતાવ્યો છે. અનંતકાળથી અજ્ઞાનદશા પ્રગટ થઈ રહી છે, એ અજ્ઞાન ટળીને આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય આત્મજ્ઞાન કહો કે ધર્મ કહો એવી અપૂર્વ આ ગાથા છે.
શ્રીપદ્મપ્રભમુનિરાજે આ ગાથાને રત્નની ઉપમા આપી. “પાંચરત્ન' આખા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કોઈ ગાથા ઉપર “રત્ન” સમાન છે એમ ન લખ્યું! આ પાંચ ગાથા ઉપર રત્ન લખ્યું છે. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે, પાંચ ગાથાનું નહીં.
આ કુંદકુંદાચાર્યદેવની પાંચ ગાથા છે તેને ટીકાકાર “રત્ન' કહે છે. જેના હાથમાં ચિંતામણીરત્ન આવે એને કોઈ રોગ-શોક-નિર્ધનતા ભય કાંઈ લાગુ પડે નહીં. તેમાં પણ એક રત્નની નહીં, આ તો પાંચ રત્નની આહા! પાંચ રત્નની એવી જે ગાથા એનું જેને ભાવભાસન થાય તેને પંચપરમેષ્ઠી પરમાત્મદશા આવી જાય.
પહેલાં સાધુ થાય, તેમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને પછી અરિહંત અને સિદ્ધ થાય. આચાર્ય-ઉપાધ્યાયને સાધુ એ સાધક આત્માઓ છે. એ અંતરાત્મા છે. એ પરમાત્મા થયા નથી પણ જ્યારે પરમાત્મા થાય ત્યારે તેરમું ગુણસ્થાન અરિહંત દશા કેવળજ્ઞાન આવે. એ શરીર દશા છે. શરીર સહિત કેવળજ્ઞાન થાય, તેમાં શરીર નડે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com