________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
પ્રવચન નં-૧૨ અભેદ અનુપચારમાં શુદ્ધઉપયોગ આવ્યોને? દ્રવ્ય ગુણ પર્યાય આવી ગયાને? દ્રવ્ય તો હતું જ પણ શુદ્ધ ઉપયોગની પર્યાય આવી ગઈ. અભેદપણે જ્ઞાન થયું. ચિત્તને એકાગ્ર કર્યું. “એકો અહમ્', એક જ છે. દ્રવ્ય પણ એક-સામાન્ય એક અને સામાન્યને વિશેષ થઈને પણ એક, બન્નેમાં એક અલૌકિક વાત છે.
શ્રોતા-બહુ અલૌકિક વાત છે. ધ્યેય પણ અભેદ અને શેય થયું તે પણ અભેદ.) ભેદ દેખાતો નથી. નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે ને? નિરાકાર થાઉં છું બોલો! નિરાકાર તત્ત્વમાં એકાગ્ર થયો તો નિરાકાર ચારિત્ર પ્રગટ થયું એમ શબ્દ છે. આ નિયમસાર ૧૦૩ ગાથામાં છે.
ગાથા પૂરી કરતા છેલ્લે છે “એમ ત્રિવિધ સામાયિકને (ચારિત્રને) ઉત્તરોત્તર સ્વીકૃત (અંગીકૃત કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર હોય છે.') બસ એટલું. હવે એનો વધારે ખુલાસો કરે છે. કે જે નિશ્ચય ચારિત્ર નિરાકાર તત્વમાં,” ત્રિકાળી તત્ત્વ જ નિરાકાર છે. નિરાકાર એટલે એ પોતે જ નિર્વિકલ્પ છે. એમાં ભેદ નથી કાંઈ સમજી ગયા.
એવું જે નિરાકાર તત્ત્વમાં,” એ દ્રવ્ય લીધું અને લીન એ પર્યાય.” એમાં લીન હોવાથી એ નિરાકાર ચારિત્ર છે. દ્રવ્યેય નિરાકાર અને ચારિત્ર પણ નિરાકાર બેય નિર્વિકલ્પ છે. ત્રિકાળી દ્રવ્ય નિર્વિકલ્પ અને પર્યાય પણ નિર્વિકલ્પ બેય નિરાકાર હવે સાકાર ન રહ્યું. સાકાર તે તો સવિકલ્પ છે. સાકારને નિરાકાર કરવાનો છે. સાકારને નિરાકાર કરે છે ત્યારે ખરેખર મોક્ષમાર્ગ છે. પેલો અપવાદરૂપ મોક્ષમાર્ગ અને આ સરૂપ મોક્ષમાર્ગ છે.
આત્મા શુદ્ધોપયોગમયી છે. શુદ્ધોપયોગ અને આત્મા જુદા નથી રહેતા-તમયી થઈ જાય છે. જે ૨૭૧ માં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞયની અભેદતા કહ્યું એ જ. ધ્યેય પૂર્વક આખું શેય થાય છે. (શ્રોતા-તેજ વાત આવે છે.) આવે છે ને? આ તો મુનિરાજનો શ્લોક એમાં પ્રશ્ન ક્યાં છે? લીન ન થાય તો કર્તાનો આરોપ આવે છે પછી લીન કરે છે.
જ્ઞય અભેદ થાય તો અનુપચાર થઈ જાય એમ એને કહેવું છે. જ્ઞય ન થાય તો ઉપચાર આવે. ઉપચારનું પ્રતિક્રમણ કરીને અનુપચારમાં આવે છે. આ વાત બરોબર છે. ઉપચાર ખટકે છે એટલે ઉપચારને ઓળંગીને અનુપચારમાં આવી જાય છે. ખટકે તો ઓળંગેને? દોષ ખટકે તો દોષને ટાળે પણ દોષને ગુણ માને તો ક્યાંથી ટાળે. કોઈ એવી પળે શાસ્ત્ર રચાઈ ગયા છે. કુંદકુંદ ભગવાન મહાવિદેહમાં ગયા ને આપણા માટે લખી ગયા. કુંદકુંદભગવાનનું ત્રીજું નામ છે તે યથાર્થ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com