________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૩ એ વાપરવો જ જોઈએ.
તે ભવ્ય જીવ-લાયક જીવ-સાધક આત્મા “નિજ ભાવથી ભિન્ન એવા સકળવિભાવને છોડી” આહા! નિજ ભાવથી ભિન્ન એવા સકળ–બધા પ્રકારના વિશેષ ભાવોને છોડી એટલે કે એનું લક્ષ છોડીને એ જાણતા નથી. અભેદમાં ભેદ જણાતો નથી બહુ અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
આ રીતે મોક્ષની પ્રક્રિયા બતાવી છે. જે શુદ્ધાત્માને ભાવે છે તે અલ્પકાળમાં મુક્ત થાય છે, ત્યારે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય અભેદપણે જણાય પણ છે. એ જ નિર્વિકલ્પ સ્થિતિની વાત છે સવિકલ્પ સ્થિતિની વાત નથી. આ બધી પ્રક્રિયા શુદ્ધોપયોગમાં ભજી જાય છે. ભેદને જાણતો નથી. “અભેદને જાણતાં અભેદ થઈને અભેદ શેય થઈ જાય છે.” દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય લીધા ને! અભેદ છે એને જાણતાં અભેદ થઈને અભેદને જાણે છે. તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા.
આત્મા રોગને કરે છે એ તો મિથ્યાત્વ છે. અહીંયાં તો વીતરાગભાવને આત્મા કરે છે એવો સાધક ઉપર ઉપચાર આવ્યો. આત્મા ઉપર આક્ષેપ મૂક્યો. વ્યવહારે એ વાતો એણે સાંભળી કે આ મને કર્તા કહે છે? એમ, મને કર્તા કહે છે? કર્તાપણાનો ઉપચાર ખટક્યો તેને ઓળંગીને અંદરમાં ડૂબકી મારી.
- સાધક રાગનો તો કર્તા છે જ નહીં. સાધક નિશ્ચય-મોક્ષમાર્ગને કરે છે, તો હું તો કર્તા નથી તેનો ઉપચાર મારા ઉપર આવ્યો. ઉપચારનો અર્થ કે: કરે કો'ક અને આવે મારા ઉપર એનું નામ ઉપચાર. ચોરી કરે કો'ક અને શાહુકાર ઉપર આરોપ આવ્યો કે આ ભાઈએ મારી ઘડિયાળ લઈ લીધી. શાહુકાર માણસ કહે ભાઈ મેં તો લીધી નથી. એમ કરે છે બીજો અને ઉપચાર આવ્યો મારા ઉપર. બીજો કરે છે એનું નામ એણે આપી દીધું નામ આપ્યું છે કેઃ પુદ્ગલ કરે છે.
એ વાત જે આવી છે ને કે ઉપચાર ખટકે છે એટલે હું અકર્તા છું એ યાદ આવી ગયું. કર્તાનો ઉપચાર ખટક્યો ત્યારે અકર્તાનો એણે આશ્રય લીધો. નહીંતર અકર્તા તો પોતે થઈ ગયા છે. અભેદ અનુપચાર થઈ ગયો પછી કર્તાનો ઉપચાર જતો રહ્યો. પછી ક્યાં કર્તાનો ઉપચાર રહ્યો. શુદ્ધોપયોગ થઈ ગયો અને એ આત્મા થઈ ગયો. પછી આત્મા શુદ્ધ ઉપયોગને કરે છે એ ઉપચાર ક્યાં રહ્યો? એ તો અનુપચાર થઈ ગયો.
(શ્રોતા-જ્યાં સુધી ભેદ દેખાતો તો ત્યાં સુધી ઉપચાર આવતો હતો.) અભેદ થઈ ગયો તો ઉપચારનો પ્રશ્ન જ નથી. ભેદ જ નથી દેખાતો તો કર્તાપણાનો ઉપચાર ક્યાં રહ્યો. અભેદ છે તે અનુપચાર જ હોય છે. દષ્ટિનો વિષય પણ અભેદ અને અનુપચાર. કેમ કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com