________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
રાજકોટઃ- તપકલ્યાણકપ્રસંગે વિડિયો કેસેટ નં-૭૬ પ્રવચન નં-૧૩ આજનો દિવસ તપકલ્યાણકનો છે. પોતાની યોગ્યતા હોય તો આત્મજ્ઞાની ગુરુની દેશનાલબ્ધિ અથવા જિનવાણી મળે. ત્યારે એને ગૃહસ્થ અવસ્થામાં આત્માનો અનુભવ થાય છે. એ ગૃહસ્થ અવસ્થામાં અનુભવ થતા વેંત જ એ સાધક આત્માને ચારિત્રની ભાવના પ્રગટ થાય છે. કેમકે ચારિત્ર વિના મોક્ષ નથી.
૧૫૫
66
સમ્યક્દર્શન વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મોક્ષ નથી ચારિત્ર એટલે ? સ્વરૂપે ચરણમ્ ઈતિ ચારિત્રમ્. ” ઉપયોગને જ્ઞાયકમાં જોડી તેમાં એકાગ્ર-લીન થવું તેને પરમાત્મા ચારિત્ર દશા કહે છે. એ વીતરાગી અપૂર્વ દશા છે. તે કોઈ સાધારણ વસ્તુ નથી. એ ચારિત્ર સમ્યક્દષ્ટિને જ આવે છે એના કાળ ક્રમમાં. પછી કહેવાય કે એના પુરૂષાર્થથી ચારિત્ર પ્રગટ થયું.
પ્રત્યેક જીવને વર્તમાનમાં એક જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. તે સામાન્ય ઉપયોગમાં જ્ઞાયભાવ જણાય છે. જાણવામાં આવી રહ્યો છે એવું જે જ્ઞાની ગુરુનું વચન જ્યારે કાન ઉપર આવે છે તો એ ઉપયોગ અંદરમાં ચાલ્યો જાય છે. અને તે ઉપયોગનું નામ શુદ્ધોપયોગ પડે છે. એ શુદ્ધોપયોગમાં શુદ્ધાત્માનાં દર્શન થઈ જાય છે. તેનું નામ સમ્યક્દર્શન-જ્ઞાનરૂપ વીતરાગી પરિણામ છે.
આપણા નેમીનાથ ભગવાનની આજ દીક્ષા છે. તેઓશ્રી સ્વર્ગમાંથી પધાર્યા હતા. તેઓ ત્રણ જ્ઞાન મતિ શ્રુત-અવધિ લઈને આવ્યા હતા. આજ (નેમિ મુનિરાજને ) મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તેઓ સ્વયં ગુરુ છે. તીર્થંકરનાં કોઈ ગુરુ હોતા નથી. પોતે જ ત્રણલોકનો નાથ ગુરુ તત્ત્વ છે. તે ગૃહસ્થ અવસ્થામાં કેવી પ્રથમ ચારિત્રની ભાવના ભાવે છે તે અપૂર્વ અવસરમાં સાંભળીએ.
મુનિરાજની દશા કોઈ અલૌકિક હોય છે. ભાવલિંગી સંત દીક્ષા લેતાંની સાથે જ શુદ્ધોપયોગ દશા-નિર્વિકલ્પધ્યાન આવતાં સપ્તમ્ ગુણસ્થાન આવે છે. ચતુર્થ ગુણસ્થાને આનંદનું ભોજન તો હતું; પણ....થોડું હતું. મુનિ અવસ્થામાં આનંદ વધી ગયો ત્રણ કષાયનો અભાવ થતાં વીતરાગ દશા વધી ગઈ. વીતરાગદશાનાં ફળમાં અતીન્દ્રિય આનંદની દશા કોઈ જુદી જ હોય છે. ‘નિત્ય આનંદ ભોજી’ સંતો આનંદનું ભોજન કરે છે. રાગાનુભૂતિ નથી તેમને તો આનંદાનુભૂતિ છે. રાગને જાણે છે પણ રાગનો અનુભવ નથી. સાધકને નથી ? કે ‘નથી ’, સાંભળ જરા શાંતિથી આહા! રાગ સાથે એકત્વબુદ્ધિ થતી નથી એટલે જાણે છે પણ દુઃખના ભોક્તા નથી. દુ:ખને જાણે પણ દુઃખને ભોગવે નહીં. આનંદના ભોક્તા છે તે પણ અપેક્ષિત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com