________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
પ્રવચન નં-૧૩ આવા નિત્યાનંદ પરમાત્માની સન્મુખ થઈને શુદ્ધોપયોગ દશામાં નિરંતર છકે સાતમે ગુણસ્થાને પ્રમત્ત-અપ્રમત્તદશામાં ઝુલનારા મહામુનિ હાલતાં-ચાલતાં-ફરતા સિદ્ધ સમાનદશા છે તેમની. એવા આપણા ઉપકારી કુંદકુંદઆચાર્ય ભગવાન જ્યારે ઇદે-સાતમે ગુણસ્થાને ઝુલતાં હતાં ત્યારે તેમણે નિયમસાર શાસ્ત્ર બનાવ્યું. પોતાની ભાવના માટે બનાવ્યું. સમયસારનો અપ્રતિબુદ્ધ માટે હતું. પણ નિયમસાર શાસ્ત્ર તો પોતાની ભાવનાને માટે બનાવ્યું.
ભાવનાનો અર્થ શું છે? શબ્દનું નામ ભાવના નથી, વિકલ્પનું નામ ભાવના નથી, ઈન્દ્રિજ્ઞાનનું નામ ભાવના નથી, ભાવના એટલે (નિજ) ભાવની ભાવના. ભાવના એટલે પરમપરિણામીક સ્વભાવ ભાવની એકાગ્રતા–ધ્યાનમાં લીન થઈને જે ભાવ થાય તે ભાવના કે જેમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભાવનાનો અર્થ શું થાય છે? કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
(શ્રોતા-આટલું સહેલું છે?) “હા!' આટલું સહેલું છે. જે દષ્ટિ બર્ણિમુખ છે તે દૃષ્ટિ અંતરમુખ આવીને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અહીં બેઠાં બેઠાં અનુભવ થાય છે. નથી થતો તેમ નથી. મંદિરમાં જવાની જરૂરત નથી. અચ્છા તો મંદિરે ન જાવું!! જાવું ન જાવું તેની વાત નથી. તું આત્મામાં બેસી જા ! છો તો તું આત્મામાં “જ' બહાર નીકળ્યો જ
નથી.
આ પરમાર્થ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. થોડી વાત સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો અર્થ ન સમજાય તેવો નથી સૂક્ષ્મનો અર્થ શું છે? ઉપયોગ બરાબર લગાવે તો સૂક્ષ્મ તત્ત્વ ખ્યાલમાં આવી જાય.
પરમાગમ શાસ્ત્ર કુંદકુંદ આચાર્ય ભગવાનનું છે તેનાં ટીકાકાર ભાવિ તીર્થંકર પોતે ર૧૨ નંબરના શ્લોકમાં લખી ગયા છે. પાંચરત્નની ગાથા છે. આખા નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર દષ્ટિનો વિષય બહુ જ ઊંચો આવી ગયો પરંતુ તેમાં ક્યાંય પાંચ રત્ન ન લખ્યું. પાંચ રત્ન લખવાનો ભાવ આ પાંચ ગાથામાં આવ્યો છે.
૭૭ થી ૮૧ આ પાંચ ગાથાનું શીર્ષક-મથાળું બાંધે છે. મથાળામાં માલ છે. સંક્ષેપ રુચિવાળો તો એક લીટીમાં સમજી જાય. વિસ્તાર રુચિવાળા માટે સારી ટીકા છે. એક લાઈનમાં ટીકાકાર આચાર્ય મહારાજ શું લખે છે? કુંદકુંદ ભગવાનનું હૃદય તેમણે પારખી લીધું. કેમકે ભાવલિંગી મુનિરાજની જોડી સમકક્ષી છે.
જુઓ ભાઈ ! આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જાણવું દેખવું આત્માનો સ્વભાવ છે. જાણવાથી શરૂઆત થાય છે. કરવાથી શરૂઆત થતી નથી. આ આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે. જાણવું-દેખવું મારું કામ છે. હવે આચાર્ય ભગવાન લખે છે....!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com