________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૭ અહીં શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” સકળ કર્તત્વનો અભાવ એટલે કે પરદ્રવ્યનાં કર્તા તો છે નહીં પણ પોતાની અંદર જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે સ્વાશ્રિત હોય કે પરાશ્રિત પરિણામ તેનો આત્મા કર્તા નથી. તો આ ચારિત્રના અધિકારમાં કર્તા નથી તેમ કેમ યાદ કર્યું?! કર્તબુદ્ધિ તો ચતુર્થ ગુણસ્થાનમાં ચાલી ગઈ હતી, તો ફરીથી આત્મા કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી કારણ નથી તે વાત શું છે?! તેમાં શું રહસ્ય છે? તેમાં ભારી રહસ્ય છે.
કર્તા બુદ્ધિ જવાથી સમ્યક્રદર્શન થાય છે અને કર્તાનો ઉપચાર ચાલ્યો જવાથી શુક્લધ્યાનની શ્રેણી આવી જાય છે. એ વાત છે. ફરીથી ! હું કર્તા છું ને રાગાદિ પરિણામ મારું કાર્ય છે અને પર પદાર્થનાં પરિણામ થાય તેમાં હું નિમિત્ત છું તેવી બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે.
મિથ્યાદષ્ટિનું લક્ષણ શું છે? તે તેની વાણીથી ઓળખાય જાય છે, વધારે પરીક્ષા કરવાની જરૂર નથી. તેનું વજન ક્યાં આવે છે? આટલું તો કરવું જોઈએ ને? કાંઈક તો કરવું જોઈએ ! તેની શરૂઆત કરવાથી થાય છે. જે ઘુંટાય છે તે વાણીમાં આવી જાય છે. જાણવું...જાણવું...જાણવું.....તેની શરૂઆત જાણવાથી નથી થતી.
જેની શરૂઆત જાણવાથી થાય છે, ભલે તેણે જાણનારને પ્રત્યક્ષ ન કર્યો હોય, તો પણ જ્ઞાતાના પક્ષમાં આવ્યા બાદ તે પ્રત્યક્ષ જ્ઞાતા થઈ જાય છે. કર્તાના પક્ષવાળો ચારગતિમાં રખડે છે.
પહેલો પાઠ કર્તા નહીં હું પરિણામ માત્રથી મારો આત્મા ભિન્ન છે અને પરિણામથી આત્મા ભિન્ન છે એમ પરસ્પર ભિન્નતા ખ્યાલમાં આવવાથી પરિણામની કતંબુદ્ધિ છૂટી જાય છે. પરિણામ રહી જાય છે ને પરિણામની કતંબુદ્ધિ છૂટી જાય છે તે ખ્યાલ રાખવું.
આહા ! પુણ્યથી ધર્મ થતો નથી તેનો અર્થ એવો નથી કે પુણ્ય છોડી દેવું. પુણ્યથી ધર્મ માનવો છોડી દે! રહસ્ય છે. ભોપાલમાં ૪૦,000 (ચાલીસ હજાર) માણસ હતા, પૂ. ગુરુદેવનાં શરીરને તાવ આવી ગયો, આત્માને તાવ આવતો નથી. તો કહ્યું કે ભાઈ ! પુણ્ય છોડીને પાપનો ઉપદેશ દેવાની વાતતો જૈન દર્શનમાં છે નહીં. અન્યમતિમાં નથી તો જૈનદર્શનમાં ક્યાંથી હોય?! તો શું વાત છે? કે પુણ્યથી ધર્મ થાય છે તેવી માન્યતા છોડી દે. તાળીનાં ગળગળાટ થયા.
જ્ઞાનીની વાત સમજવામાં ભૂલ થાય છે. પુણ્યથી ધર્મ નથી થતો તેમ તું સમજી લે ! પુણ્ય છોડવાની વાત ક્યાં છે? પુણ્ય કરતો નથી તો છોડે કોણ? ને કરે કોણ? અને જાણવું પણ સવિકલ્પ દશામાં છે, બાકી જાણવું પણ બંધ થઈ જાય છે.
તો કર્તા બુદ્ધિ છૂટી જાય છે. કર્તબુદ્ધિ છૂટવાથી પાંચમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com