________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
પ્રવચન નં-૧૩ જાય છે પણ સાતિશય સાતમામાં ન આવે! કર્તબુદ્ધિ તો છૂટી પરંતુ કર્તાનો ઉપચાર આવ્યો શું કહ્યું? કે : નિશ્ચય રત્નત્રયનાં પરિણામનો આત્મા ઉપચારમાત્રથી કર્તા છે. કર્તા બુદ્ધિ નથી. કર્તા બુદ્ધિમાં ફેર ને કર્તાનાં ઉપચારમાં ફેર છે.
સમર્થ આચાર્ય ભગવાને આવું શા માટે કહ્યું? “કર્તા નથી” તે વિચાર કરવા જેવી વાત છે. કર્તાબુદ્ધિ તો ચાલી ગઈ હતી ફરી કહ્યું કે કર્તા નથી. કર્તા નથી એટલે કે મારા પરિણામ જે નિશ્ચય રત્નત્રયરૂપ પરિણમે છે તો પરિણમે સો કર્તા અને પરિણમે સો કર્મ', એવું વીતરાગી પરિણામ પ્રત્યે કર્તાપણાનો ઉપચાર આવતો હતો તે ઉપચાર ખટકતો હતો.
ઉપચારરૂપ વ્યવહાર તેને ઉપચાર કહો કે વ્યવહાર કહો. સાધક નિશ્ચયરત્નત્રયનાં પરિણામનો કર્તા ઉપચારમાત્રથી છે. આ કુંદકુંદાચાર્ય ભગવાનને ખટકયું, શ્રેણી નથી આવતી. કર્તા બુદ્ધિ થાય તો સમ્યક્રદર્શન નથી થતું અને કર્તાનો ઉપચાર આવે તો શ્રેણી નથી આવતી એટલે કેવળજ્ઞાન થતું નથી.
હું રાગાદિ અને દેહાદિનો કર્તા છું તે તો મિથ્યાદષ્ટિ છે. તેમાં કાંઈ માલ નથી તેતો સમ્યકની સન્મુખે નથી. તેની તો વાત ગઈ. રાગ હોવા છતાં પણ રાગનો કર્તા નથી હું તો જ્ઞાનમય આત્મા છું.
આત્મધર્મમાં આવેલો ૧૫૪ નંબરનો બોલ છે.
જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર તેનો સ્વભાવ છે તેમ તારો પણ જાણનારદેખનાર સ્વભાવ છે. સેન્ટ પર સેન્ટ. કથંચિત્ કર્તાને કથંચિત્ જાણવું રહેવા દે ! કથંચિની આડમાં સમ્યકદર્શન થતું નથી. કથંચિતનું જ્ઞાન અનુભવરૂપ સ્યાદ્વાદ જ્ઞાનમાં ઉત્પન્ન થશે. થોડી વાર માટે તો અહીં (સ્વપ્રકાશકમાં) આવી જા !
જેવી રીતે સિદ્ધ પરમાત્મા જાણનાર દેખનાર છે તેવી રીતે તું પણ, આપણને કહ્યું ! કોને કહ્યું?! આપણે બધાય હાજર હતા. આપણે હાજર હતા કે નહીં? આપણે બધાય હાજર હતા આપણને ફરમાવ્યું, કરુણા હતી અને હું સંક્ષિપ્તથી વાત કરું છું તે ઘણું કરીને સમજી જજો.
સિદ્ધ પરમાત્મા આપણી ઉપર સમશ્રેણીએ બિરાજમાન છે. સિદ્ધની જેમ તું પણ જાણનાર-દેખનાર જ છો. ક્યારે? “ત્રણેકાળ” તારો સ્વભાવ જાણવું-દેખવું છે. તારો સ્વભાવ રાગને કરવું નથી. રાગનો હું કર્તા છું તો જ્ઞાન નથી રહેતું તો અજ્ઞાન થઈ જાય છે. તો પણ રાગનો કર્તા બનતો તો નથી એટલે વિશેષ અપેક્ષાથી કર્તા છે બાકી અકર્તા તો રહે જ છે. અકર્તા સ્વભાવ છૂટતો નથી.
સામાન્ય પડખું-અકર્તાનું પડખું-જ્ઞાયકનું પડખું-જ્ઞાતાનું પડખું ત્રણકાળમાં છૂટતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com