________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૯
એવા સામાન્ય પડખાં ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે. સમ્યક્દર્શન થઈ જાય છે, પણ ચારિત્ર અંગીકાર કરવા છતાં શ્રેણી આવતી નથી.
નેમીનાથ ભગવાનને તો આજનાં દિવસ પછી છપ્પનમાં દિવસે કેવળજ્ઞાન થઈ ગયું. પંચાવન દિવસ શું કર્યું? ધ્યાન ધર્યું ગીરનારમાં જઈને આત્મધ્યાનમાં મગ્ન થઈ ગયા. નિમિત્તનું ધ્યાન તો આ જીવે અનંતવાર કર્યુ છે રાગનું ધ્યાન કર્યુ, ૫૨ પદાર્થનું ધ્યાન કર્યુ; ભેદનું ધ્યાન કર્યુ ને ભેદની ભાવના પણ ભાવી. ફરીથીઃ
ભેદનું ધ્યાન કર્યુ અને ભેદની ભાવના પણ રાખી, પણ...અભેદનું જ્ઞાન એક સમયમાત્ર કર્યું નહીં. ચિદાનંદ પ્રભુ! દેહ દેવળમાં દેહથી ભિન્ન બિરાજમાન હોવા છતાં પણ, દેહથી ભિન્ન આઠ કર્મથી ભિન્ન, રાગાદિ આસ્રવ તત્ત્વથી રાગને જાણવાવાળા ઇન્દ્રિયજ્ઞાનથી પણ ભિન્ન એ તો અતીન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા બિરાજમાન છે.
તો કુંદકુંદ પ્રભુને અંદર થોડી ખટક રહેતી હતી, નિર્વિકલ્પ ધ્યાન તો આવે છે પરંતુ ધર્મધ્યાન થાય છે, શુક્લ ધ્યાન આવતું નથી. છઠ્ઠાગુણસ્થાને પરિણતીરૂપ ધર્મધ્યાન છે. સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ ધર્મ ધ્યાન છે. સાતમા ગુણસ્થાને ‘સ્વસ્થાન ’ ધર્મ ધ્યાન હોય છે પણ ઉ૫૨ સાતિશયમાં નથી જાતો, તો ખ્યાલમાં આવી ગયું કે ઉપચારથી કર્તા છે તે વ્યવહાર છે હું ઉપચારથી પણ જ્ઞાનનો કર્તા નથી તો જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ આવી જાય નેમીમુનિરાજે છપ્પન દિવસ સુધી ધ્યાન કર્યુ. છપ્પનનો દિવસ આવ્યો તો શુક્લધ્યાનની શ્રેણી આવવાની છે અને કેવળજ્ઞાનનાં દર્શન થશે.
ભદ્રબાહુની ગુફામાં થયેલો સ્વાધ્યાય શ્રવણ બેલગોલા વિડિયો કેસેટ નં-૨૩ પ્રવચન નં-૧૪
તા. ૯-૨-૮૯
શ્રી નિયમસાર શાસ્ત્ર છે. તેનો ૫રમાર્થ પ્રતિક્રમણ નામનો પાંચમો અધિકાર ચાલે છે.
66
અહીં પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા અકર્તા છે ને કર્તા નથી. કર્તા નથી તેમાં ભાગલા નથી. ‘સકળ કર્તૃત્વ ” કોઈ પણ પ્રકારના કાર્યનો આત્મા કર્તા નથી, શુદ્ધાત્માતો અકર્તા છે. એવી અપૂર્વ પાંચ રત્નની ગાથા છે.
'
“બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નાક પર્યાય નથી.” ત્રણેકાળ મા૨ા શુદ્ધાત્મામાં આરંભ અને પરિગ્રહનો અભાવ ‘થવાને' લીધે નહીં પણ અભાવ ‘હોવાને ’ લીધે હું નાક પર્યાયરૂપ થયો નથી, થતો નથી, અને થઈશ નહીં. કેમકે મારા
'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com