________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
66
૧૬૦
સ્વભાવમાં આરંભ અને પરિગ્રહનો બે ભાવનો સ્વભાવમાં અભાવ છે.
,,
“સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહા૨થી હોય છે.” શુદ્ધાત્માને શુદ્ઘનયથી જોવામાં આવે તો આરંભ પરિગ્રહનો અભાવ પહેલી લાઈનમાં બતાવ્યો હવે કહે છે ઈ... “ સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહા૨થી હોય છે, અને તેથી જ તેને ન૨ક આયુના હેતુભૂત સમસ્ત મોહરાગ દ્વેષ હોય છે પરંતુ મને-શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી. રાગદ્વેષ મોહ નથી તેથી નારક પર્યાયનો મારામાં અભાવ છે. “શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધ જીવાસ્તિકાયને ” એટલે કે શુદ્ઘનિશ્ચયનયનો વિષય જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્મા જે સામાન્ય નિત્ય નિરાવરણ પરમાત્મા છે તેવા શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.
*
પ્રવચન નં-૧૪
આગળ એ બધું આવશે કેઃ ના૨ક પર્યાયને કરતો નથી, આ નારક પર્યાયમાં નિમિત્ત થવું એ મારો સ્વભાવ નથી. નિમિત્ત થાય છે તે બીજી ચીજ નિમિત્ત થાય આરંભ અને પરિગ્રહ હું એમાં નિમિત્ત થાઉં એવો મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો એનાથી રહિત છે. “શુદ્ધનિશ્ચયનયનાં બળે મને શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” તેઓ એટલે–જે આરંભ પરિગ્રહ નિમિત્ત થાય છે નૈમિત્તિક અવસ્થા જે નારક પર્યાયની થાય છે, તે નિમિત્તનો અને નૈમિત્તિક બન્ને ભાવોનો મારા સ્વભાવમાં “શુદ્ધનિશ્ચયનયનાં બળે-શુદ્ધજીવાસ્તિકાયને-મને નથી.” તેનો ત્રણે કાળ અભાવ છે. દ્રવ્ય સ્વભાવમાં એ નથી.
નાક પર્યાયને હું નિમિત્ત થાઉં તેવો મારો સ્વભાવ નથી. મારા સ્વભાવમાં એનો અભાવ છે.
“તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભકર્મનો અભાવ હોવાને લીધે ” તિર્યંચ પર્યાય સંસારી જીવને પ્રગટ થાય છે. તેનું નિમિત્તકા૨ણ બતાવી તેનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત મારામાં નથી. નિમિત્ત નિમિત્તમાં છે ઉપાદાન ઉપાદાનમાં છે. ઉપાદાન ત્રણેકાળ શુદ્ધ છે અને નિમિત્ત-નૈમિત્તિક કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. હવે જૂના કર્મની અપેક્ષાએ તે નૈમિત્તિક છે, ( અને ) નવાકર્મ બંધાય તે અપેક્ષાએ નિમિત્ત છે. એનો મારા સ્વભાવમાં ત્રણેકાળ અભાવ છે.
તિર્યંચ પર્યાયનો ઉપાદાનપણે તો કર્તા નથી પણ નિમિત્ત પણે પણ હું કર્તા નથી. અને એને બીજો કરે છે તે મને ખબર પડે છે પણ હું એને અનુમોદન આપતો નથી. ડાયરેકટ કરતો નથી, ઈનડાયરેકટ પણ હું એને અનુમોદન આપતો નથી એટલે કર્તા નથી હું તો જ્ઞાતા છું.
“મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે ”; સીધી અભાવની વાત લીધી અભાવ છે એટલે તો કર્તા નથી. આખા પારામાં એકલી નિશ્ચયની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com