________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧/૯ મધ્યસ્થ થઈને ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવે છે, ત્યાં શુદ્ધોપયોગ દશા પ્રગટ થઈ એને ભગવાન ચારિત્ર કહે છે.
એમની ચારિત્રની વ્યાખ્યા પણ કોઈ અલૌકિક છે. એ તો ચારિત્રરંત જ કહી શકે અને લખી શકે. હવે આપણે ૭૭ થી ૮૧ ની ટીકા શરૂ કરીએ છીએ.
પદ્મપ્રભમલધારિદેવ ભાવિ તીર્થકર છે. એવી ટીકા કરે કે અમારા મુખમાંથી મકરંદ ઝરે છે પરમાગમ ઝરે છે. પોતે પોતાની વાત કરે છે. ચિનું મોઢું ઉઘાડું રાખી તમે ઝીલી લેજો ! તમારું કામ એટલું જ છે. મને તો વધારે મહેનત પડશે પણ તમને તો અલ્પ પ્રયાસ પ્રાપ્ત થશે.
જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે, સમુદ્રની અંદરમાં એવા માછલા હોય છે એ મોઢે બહાર રાખે. સ્વાતિ નક્ષત્રનું પાણી જ્યાં ટીપાં રૂપે પડે એ મોતીરૂપે પરિણમી જાય છે. પડયું છે પાણી અને થઈ ગયું મોતી એમ આ પડયું છે મીઠું પાણી પાછું હોં! જેમાં મોતી પાકે.
તેઓશ્રી લખે છે મેં મારી ભાવના અર્થે આ શાસ્ત્ર લખ્યું છે. હું મારી ભાવના અર્થે લખું છું એ કોઈ વાંચશે અથવા કોઈ સાંભળશે અને રૂચીનું મોઢું ઉઘાડું રાખશે તો એને પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થશે. પછી પરંપરામાં અવ્રતનું પ્રતિક્રમણ તો એને આવશે જ, અને પછી અમારા માફક એ પણ મુનિ થઈ જશે ને કષાયનું પ્રતિક્રમણ કરી લેશે. કોઈ ઉપશમ શ્રેણીમાં આવી જશે, કોઈ સીધા ક્ષેપક શ્રેણીમાં આવી જશે, એનું કામ થઈ જશે.
પ્રથમ શેય-જ્ઞાયક સંકરદોષ ટાળ્યો તો સમ્યક થયું, હવે ભાવ્ય ભાવક સંકરદોષ; સંકરનો અર્થ સર્વથા એકતા છે એમ નથી. સંકરનો અર્થ સંયોગ સબંધ એવો પણ થાય છે.
જ્યાં જે અર્થ હોય એ પ્રમાણે અર્થ ઘટાવવો. જયસેન આચાર્ય ભગવાને એવો અર્થ કર્યો છે કે: સંકરદોષ એટલે એકતા થઈ ગઈ છે એમ નહીં. ચારિત્રવત તો છે એટલે ભાવ્ય-ભાવકની એકતા થતી નથી. જે ઉપશમશ્રેણી ચઢે છે એ તો ચારિત્રવંત છે, પણ એને હજી ભાવકમાં જોડાતા ભાવ્યરૂપે પરિણમ્યો છે પોતાનો આત્મા; પાંચ મહાવ્રતરૂપે પરિણમ્યો છે એ દોષ છે. એને બળપૂર્વક પોતે હટાવી દે છે. એટલે પૂર્વ પર્યાયમાં વ્યવહાર ચારિત્ર ઉત્પન્ન થઈ ગયું, પણ બીજા સમયે એ નિર્વિકલ્પધ્યાનમાં આવી જશે, એમ કહેવા માગે છે. એટલે ભાવ્યભાવક સંકરદોષ ટળીને નિશ્ચય સ્તુતિ બીજી થઈ ગઈ. આ બીજી સ્તુતિ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આશ્રયે થાય છે, એ નિશ્ચય સ્તુતિ છે.
ભાવ્ય-ભાવક સંકરદોષને ટાળવા માટે સ્તુતિ કરે છે. પર્યાયમાં પાંચમહાવ્રતનો સંયોગ ઉભો થાય છે ભાવક તો ચારિત્રમોહનું કર્મ છે, એના અનુસાર તેની પરિણતિ પ્રગટ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com