________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
પ્રવચન નં-૯ ગઈ છે. કેમકે નિર્વિકલ્પ ધ્યાનમાં તો નથી સવિકલ્પમાં છે. એટલે એટલો વિકલ્પ એમાં જોડાય એટલો ભાવ્ય-ભાવક છે. ભાવ્ય એ તો જીવના પરિણામ છે જે પાંચ મહાવ્રતના અને ભાવક તો કર્મનો ઉદય છે-એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
આહા ! આટલે દૂરથી પાછો વાળે છે અને બળપૂર્વક સ્વભાવમાં ઘૂસી જાય છે, તો એને બીજી નિશ્ચય સ્તુતિ થઈ તો એ ઉપશાંત જિતમોહ છે. પછી ત્રીજી સ્તુતિ ક્ષીણમોહની છે, એ તો યથાખ્યાત ચારિત્રની છે. આમાંય યથાખ્યાત ચારિત્ર આવે છે પણ તે ઉપશમ મોહ છે. કેમકે બે પ્રકારના જીવો છે. કોઈ કોઈ ઉપશમ શ્રેણી ચઢે છે પણ પાછો વળીને ક્ષેપકમાં જતો રહે છે. અને કોઈ સીધો ક્ષેપકમાં જતો રહે છે. બધાય ને ઉપશમ ન આવે. આ તો સમષ્ટિગત શાસ્ત્ર છે, વ્યક્તિગત નથી.
એ જે ભાવ્ય-ભાવક છે ને એ હજી સંયોગ સંબંધ થયો છે. એકતાબુદ્ધિ તો છૂટી ગઈ છે. એ શબ્દ એમણે સારો લીધો છે. નહીંતર તો સંકરદોષ એટલે જાણે એકતા હશે! પણ એને એકતા થતી નથી એને તો ભિન્નતા છે. પણ હજી પર્યાયમાં યથાખ્યાત ચારિત્ર નથી આવતું એટલે પાંચમહાવ્રતના પરિણામ છે એ દોષ છે.
આહ ! આ તો અંદરની કોઈ વાત છે. આજે સવારે ચર્ચા થઈ હતી કે આમાં એમ કહે છે કેઃ “આ જે વિભાવભાવ એનો કર્તા પુદ્ગલકર્મ છે”, પુદગલ એનો કર્તા છે એમ લખ્યું નથી. પણ પુદ્ગલ કર્મ જેનો કર્તા છે એવા વિભાવભાવ એનો હું અનુમોદક નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલ કર્મરૂપ કર્તાનો, “પુગલ કર્મરૂપ કર્તાનો એટલે કે વિભાવ પર્યાયોનો કર્તા જે પુગલ કર્મો એમનો અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે.)” વિભાવ એટલે વિશેષ ભાવ બધા–એમાં શુદ્ધપર્યાય પણ વિભાવમાં આવી જાય છે. એનો કર્તા પુદ્ગલ કર્મ છે પણ હું નથી અને હું એનો અનુમોદક પણ નથી. એ બોલ બહુ ઊંચો છે.
અકર્તા છે એ ત્રણ કાળમાં કર્તા થતો નથી. એક સમયમાત્ર પણ અકર્તાપણું છૂટી જાય અને કર્તા બની જાય તો આત્માનો નાશ થઈ જાય છે. તો આત્માનું અસ્તિત્વ રહેતું નથી, દષ્ટિનો વિષય રહેતો નથી. જીવ અજીવને કરે !? ત્રણકાળમાં ન કરે. અજીવ અધિકારમાં અજીવ કર્તા છે એમ કેમ કહો છો ? કે: એ બધા અજીવના પરિણામ છે. પુદ્ગલમય પરિણામ છે. જીવ-અજીવને ત્રણકાળમાં કરતો નથી. એક સમયમાત્ર કરતો નથી.
જીવ કરે છે એમ વ્યવહારનય સતતપણે કહે છે, નિશ્ચયનય તે જ સમયે નિષેધ કરે છે. હું કર્તા નથી બે નય સાથે જ છે ને!? સાધકને બે નય સાથે છે. પણ સાધક થયો ક્યારે?!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com