________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૧ કે: અકર્તાને પરિણામ જ ન હોય, અકર્તાને કર્મ ન હોય, તેથી અકર્તાનું કર્મ નથી. માટે કર્મ શેય પણ ન થાય, એ બે વાત ઊંચી છે. સવારે પ્રેમચંદજીને યાદ કર્યા હતા પ્રેમચંદજીને એક વખત કહ્યું જીવને પરિણામ ન હોય.
આ જે પરિણામ દેખાય છે એ બધા અજીવના પરિણામ છે. જીવને પરિણામ જ ન હોય. આત્મા પરિણામથી રહિત છે. પ્રમત્ત-અપ્રમત્તથી રહિત જ્ઞાયક ભાવ છે. કુંદકુંદ ભગવાનને એવી બધી કણા આવી ગઈ કે લાયક જીવનું કામ થઈ જાય. એનું તો કામ થશે જ પણ કોઈ દૂરભવી હશે વેદાંત જેવું લાગશે તો/સાંખ્યમત જેવું લાગશે તો કદાચ ઊંધો પડશે. થોડાક જીવો એની પ્રજ્ઞાના દોષથી ઊંધા પડો તો પડો ! પણ જે લાયક હશે એનું તો કામ થઈ જશે. એવી તીખી વાત કરી છે.
જેવો અજીવ અધિકાર ઊંચો છે સમયસારનો, એવો જ આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ઊંચો છે. અજીવ અધિકારમાં પુદ્ગલમય પરિણામ કહ્યાં, અહીંયાં પુદ્ગલ કર્મ એને કરે છે વિભાવને-બધા વિશેષભાવને. સામાન્યને તો કોઈ કરતું જ નથી કેમકે સામાન્યમાં ક્રિયા જ નથી, એટલે એને કોઈ કરે છે એ પ્રશ્ન જ રહેતો નથી.
જે ક્રિયા થાય છે એનો કર્તા આત્મા નથી. બહુ ઊંચી વાત છે એને થયું કે લાયક જીવનું તો કામ થશે. કો'ક દૂરભવી ઊંધા પડશે તો એ એનો પ્રજ્ઞાના દોષથી. અમારા વચન મિથ્યાત્વમાં નિમિત્ત ન થાય. અમારા વચન સમ્યકદર્શનમાં નિમિત્ત થાય, અને સમ્યક્દષ્ટિને ચારિત્રમાં નિમિત્ત થાય. એ ત્વરાએ શ્રેણી ચઢશે.
આહા જેને અકર્તાપણું બેસી ગયું છે એને સમ્મદર્શન થઈ જ ગયું છે. શ્રદ્ધામાં તો અકર્તા આવી ગયો છે, છતાં કર્તા નથી એમ કેમ વિચાર આવ્યો !? જેની શ્રદ્ધામાં અકર્તા બેસી ગયો છે અને સમ્યકદર્શન તો થઈ ગયું છે, છતાં હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી કેમ લખે છે!?
એ પ્રકાર કેમ હોય છે કે વ્યવહારનો પક્ષ છૂટી ગયો છે પણ વ્યવહારનો વિકલ્પ આવી જાય છે એટલે એ વિકલ્પ તોડવા માટે ચારિત્ર આવે તે માટેની આ વાત છે.
શાસ્ત્ર લખવાનો કોઈને કહેવાનો એવો વિકલ્પ ઉઠે છે. સાડાત્રણ હાથ જમીનને જોઈને ચાલવાનો વિકલ્પ ઉઠે છે. એટલો વ્યવહાર ઉભો થાય છે. એનું પ્રતિક્રમણ કરવાનું છે. મિથ્યાત્વનું તો પ્રતિક્રમણ થઈ ગયું છે. હવે સંજ્વલન કષાય એનો વિકલ્પ ઉઠે છે એનું પ્રતિક્રમણ કરવાનું છે.
કર્તા નથી એમ કેમ યાદ કરવું પડે છે? કર્તા નથી એવું પરિણમન તો છે, વ્યવહારના અઠ્ઠાવીસ મૂળ ગુણનો એવો વિકલ્પ આવે છે. આ ચારિત્રનો અધિકાર છે ને? ચારિત્રમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com