________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ર
પ્રવચન નં-૯ લાગેલા દોષોનું પ્રતિક્રમણ ચાલે છે. એટલે દોષ હોય તો જ પ્રતિક્રમણ થાય. નિર્દોષ હોય એ પ્રતિક્રમણ કરે !? યથાખ્યાત ચારિત્રવાળો કરે! (શ્રોતા-સંયોગમાં દોષ ઉભો થાય છે.) સ્વભાવમાં તો દોષ નથી, અને સ્વભાવને આશ્રિત જે પરિણામ થયા છે એમાંય નથી. પણ સ્વભાવ આશ્રિત પૂર્ણતા હજુ થઈ નથી એટલો ભાવ્યનો સ્વીકાર કરે છે સમ્યદષ્ટિ ચારિત્રવંત કહે છે એટલો અમારો દોષ છે પર્યાયમાં, અને નિમિત્તપણે ભાવક છે.
એ દોષોનું પ્રતિક્રમણ નહીં કરીએ ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નહીં આવે. દોષનો સ્વીકાર કરે છે એમાં એને દૃષ્ટિનો દોષ નથી લાગતો. એ દોષનો સ્વામી નથી છતાં દોષ છે. દોષ હોય એ દોષવાન પ્રતિક્રમણ કરે પણ જે નિર્દોષ થઈ ગયા હોય અને પ્રતિક્રમણ ન હોય.
અરિહંત પણ યોગનું પ્રતિક્રમણ કરે છે ત્યારે સિદ્ધ થાય છે. વિકલ્પ નથી પણ એ રૂપે એ પરિણમે છે. યોગનું કંપન છે એનું પ્રતિક્રમણ ચાલે જ છે. એ પુરું થાય એટલે સિદ્ધ થાય છે. એ દોષ છે. હજુ યોગ છે ને કંપન (તેનું પ્રતિક્રમણ કરવા ) સમોસરણ છોડી અને નીચે આવીને બેસે છે. પછી ત્યાંથી સિદ્ધ થાય છે. તેમનો મોક્ષ સમોસરણમાંથી થતો નથી. તેરમે ગુણસ્થાને યોગનો નિરોધ કરવા પહાડ ઉપર બેસે છે. યોગનું પ્રતિક્રમણ કરે છે ત્યારે સિદ્ધ થાય છે. આ કોઈ અલૌકિક વાતો છે.
યોગ પણ આસ્રવ છે. એ (ઈર્યાપથ) આસ્રવની હૈયાતીમાં સિદ્ધ અવસ્થા ન થાય. ભલે તે છે અકષાયયોગ સકષાય યોગ નથી, પણ છે યોગનામનો આસ્રવ. ચાર પ્રકારના આસ્રવ છે. કર્મનું આવાગમન અરિહંત દશા વખતે થાય છે ત્યાં પણ કર્મ રોકાતા નથી. કષાય નથી એટલે ખરી જાય છે. યોગનો નિરોધ એટલે યોગને હવે રોકી દે છે. અને સ્થિર થઈ જાય છે.
આહા ! એટલે સાધક કર્તબુદ્ધિ ગયા પછી પણ હું કર્તા નથી એમ ફરી ફરીને યાદ કરે છે. ભેદઅભ્યાસ કરે છે. (શ્રોતા-કરવાનો વિકલ્પ આવે છે એટલે કર્તાનો નિષેધ કરે છે?) હ. એ જે કરવાનો વિકલ્પ ઉઠે છે ને! એ વિકલ્પથી એકતા નથી. અસ્થિરતાનો વિકલ્પ આવે છે એનાથી પાછો ફરું છું. પાંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે ચારિત્ર ગુણનો દોષ છે. એ દોષનો પરિહાર કરવા માટે, આહા! એ પરિણામને પુદ્ગલ કરે છે અને હું અનુમોદન આપતો નથી કેમ કે હું તો અકર્તા છું.
એટલે ખરેખર દૃષ્ટિ પણ અકર્તાના લક્ષે થાય છે અને ચારિત્ર પણ અકર્તાના લક્ષે જ થાય છે. એક અકર્તાને પકડી લ્યો મોક્ષ થઈ જશે. કેમ કે અકર્તાને પરિણામ ન હોય, અને પરિણામ હોય એ પુદ્ગલના પરિણામ છે. પુદ્ગલમય પરિણામ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com