________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૩ અકર્તાને પરિણામ ન હોય. અકર્તાનું કર્મ ન હોય. કર્તાનું કર્મ હોય તો એ જ્ઞાનમાં શેય થાય, પણ અકર્તાને કોઈ કર્મ નથી માટે શેય પણ નથી. એટલે પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે છે.
(શ્રોતા-આમાં ચોખ્ખું નીકળે છે કે શુદ્ધોપયોગમાં જ ગુણસ્થાનની વૃદ્ધિ થાય છે.) એમ જ છે. પાંચમામાંથી સીધો સાતમે આવે છે એ શુદ્ધોપયોગથી આવે છે. પરિણતીથી સાતમે ન આવે. અમે તો પહેલેથી જ આ વાતમાં મજબૂત હતા. તેમણે કહ્યું કે ગુરુદેવને પૂછવું છે? એ તો મોટી ઉંમરના હતા. ભલે પૂછો એનો વાંધો નથી.
હવે આ બાબતમાં ઘણાં વર્ષો પહેલાની વાત છે. ત્યારે મારે એવો અભ્યાસ પણ નહીં, પણ વીરજીબાપાની સાથે કોઈ કોઈ વખત તત્ત્વચર્ચા માટે કલાક-અડધો કલાક બેસીએ. ત્યારે આ વાત નીકળી. ગુણસ્થાન ચઢે છે એ શુદ્ધપરિણતીમાં પણ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એ મને બેસતું નથી. શુદ્ધોપયોગથી ચોથેથી પાંચમે અને પાંચમાંથી સાતમામાં એ શુદ્ધોપયોગની ભૂમિકામાં ગુણસ્થાન ચડી શકે છે. વીરજીબાપા કહે, “ના, લાલુભાઈ એવું કાંઈ જરૂરી નથી. શુદ્ધ પરિણતીમાં પણ ચોથેથી પાંચમામાં જવાય છે. મેં કહ્યું, મને મગજમાં બેસતું નથી, મને તો શુદ્ધોપયોગથી ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ બેસે છે.
તો આ પ્રશ્ન આપણે ગુરુદેવ પાસે કરીશું. તો એક વખત સાંજે ગુરુદેવ જમીને પાટ ઉપર બહાર બેઠાં'તા; અને આ સ્વાધ્યાય મંદિર આપણું જે છે ત્યાં સ્વાધ્યાય ચાલતો હતો. પાંચ-દસ માણસો આવે અને ધર્મની વાતો કરે, બીજી વાતો નહીં. એમાં ત્યારે વીરજીબાપા આવી ગયા. એ વખતે કાંઈ વાત ન થઈ. અને ગુરુદેવતો પાટ ઉપરથી ઉઠી અંદર જતા રહ્યા. બારણું ખુલ્યું હતું તેથી બહાર શું વાત થાય છે તે તેમણે સાંભળી.
ગુરુદેવ અંદર ગયા એટલે અમે બેય જણા વાત કરીએ કે આપણે સાથે થઈ ગયા છીએ તો પેલો પ્રશ્ન ગુરુદેવને કરવાનો હતો તે કરીએ! કે શુદ્ધોપયોગમાં જ ગુણસ્થાન ચઢે છે; શુદ્ધપરિણતિમાં નહીં એવો મારો ખ્યાલ છે, છતાં આપણે ગુરુદેવ પાસે ખુલાસો કરી લઈએ. તે કહે ભલે! પોતે અમારી વાત તો સાંભળી લીધી હતી, હવે જોગાનુજોગ શું બન્યું કે સ્તુતિ પૂરી થઈ. તેમનાથી તો રહેવાય નહીં, એટલે બીજો કોઈ પ્રશ્ન પૂછે કે ન પૂછે એ પહેલા પોતે જ વાત ઉપાડી. લાલુભાઈ ! તમારે વીરજીબાપાની સાથે ચર્ચા ચાલી હતી ને ! શું પ્રશ્ન છે? વીરજીબાપા હજુ આવ્યા ન હતા, બે મીનીટ મોડા આવ્યા, તો એમ તો ન કહેવાય કે વીરજીબાપા નથી એટલે હું પછી પ્રશ્ન કરીશ.
ગુરુદેવે તો બધું વિચારી લીધું હોય કારણ કે એમને તો વાત મળી ગઈ હતી. અમારો પ્રશ્ન તો એમની પાસે આવી ગયો હતો. પછી મેં પ્રશ્ન કહ્યો, ગુરુદેવ કહે- આ વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com