________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
પ્રવચન નં-૯ વિચારવા જેવી છે. ક્યાંય આગમમાં એનો ઉલ્લેખ નથી આવતો
ગુરુદેવ એટલે ધર્મનો સ્થાપક પુરુષ! એને કોઈ પૂછે કે તમે જે જવાબ આપ્યો તે કયા શાસ્ત્રના આધારે? અને સીધો જવાબ આપે તે સામા માણસને શ્રદ્ધામાં ન પણ બેસે પણ આગમની શ્રદ્ધાથી બેસે, એ એમની પદ્ધતિ હતી. આગમમાં આ વાત સ્પષ્ટ આવતી નથી ત્યાં રામજીભાઈ બોલ્યા કે શુદ્ધોપયોગમાં જ ગુણસ્થાન વધે. પરિણતિમાં તો એ ઉપર જાય જ નહીં. શુદ્ધોપયોગમાં જ આગળ વધે છે એમ બેસે છે એમ રામજીભાઈએ કહ્યું. ગુરુદેવે સાંભળ્યું વાત તો ઠીક છે પણ આગમમાં ક્યાંય ઉલ્લેખ નથી, અમારા જોવામાં આવ્યું નથી ત્યાં બરોબર વીરજીબાપા આવ્યા ! ગુરુદેવ કહે–વીરજીબાપા આ તમારો પ્રશ્ન ચાલે છે. તમો કહો છો કે શુદ્ધપરિણતિમાં ઉપર જાય, અને આ લાલભાઈ કહે છે-શુદ્ધોપયોગમાં ઉપર જાય, એ પ્રશ્ન ચાલે છે. વીરજીભાઈ કહે કે: હા સાહેબ! મને તો શુદ્ધપરિણતિમાં ઉપર જાય એમ બેસે છે. પછી રામજીભાઈએ વિસ્તારથી ચર્ચા કરી અને ગુરુદેવ એમ કહે છે કે આગમનો કોઈ આધાર નથી એટલે વાત ત્યાંથી ઊભી રહી ગઈ.
હું નિશંક હતો કોઈને પૂછવાની જરૂર નથી અંદરથી કેટલીક વાતો એવી સહજ આવી જાય છે. શુદ્ધોપયોગ થવા માટે જ આ અધિકાર લખ્યો છે. આ વાત યથાર્થ છે કે શુદ્ધોપયોગમાં જ જાય છે. હવે જ્યારે શ્રેણી માંડે છે ત્યારે સાતમાંમાંથી-આઠમામાં-નવમામાંદસમામાં એમ જ છે બીજું શું છે?
આહાહા! અજીવને જીવ માન્યો છે એ જ ભૂલ છે તારી. એમાં બધું જ આવી ગયું. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસમાસ કળશ ટીકાકારે એવી વાત કરી, બહુ વખત પહેલા મેં વાંચી હતી. અતિથી જીવનું સ્વરૂપ કહેવાય ગયું હવે નિષેધરૂપે જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે. અરે! આ અજીવ અધિકાર શરૂ કર્યો તેમાં અજીવ અધિકાર કહેવો છે? “ના” અજીવ અધિકાર કહેવો નથી પણ આ અજીવ છે પણ જીવ નથી એમ કહેવું છે ત્યારે જીવ હાથમાં આવશે.
આ વાત મેં તારા પિતાજીને કરી. તેઓ બિલકુલ સાવ નવા તેમને કીધું કે: વ્યવહારનો નિષેધ કર્યા વિના નિશ્ચય હાથમાં નહીં આવે. એ કહે ભાઈ બરોબર છે તમારી વાત. (શ્રોતા-વ્યવહારના નિષેધમાં નિશ્ચયનું બળ આવે છે.) બીજું વ્યવહારના પક્ષમાં બધા જોરદાર ડૂબેલા, તેમાંથી નીકળવું પણ મુશ્કેલ. મને એની અંતર્ગર્ભિત લાયકાત દેખાણી. એમને લાઈન હાથમાં આવી જશે. વ્યવહારનો નિષેધ મેઈન ચીજ છે.
હવે, વ્યવહારનો નિષેધ જ્ઞાનીઓ શા માટે કરાવે છે? એનું એક કારણ છે. કે: વ્યવહારનો પક્ષ છે માટે વ્યવહારનો નિષેધ કરાવે છે. ટ્રેનમાં એક વખત આની બહુ ચર્ચા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com