________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૫
થઈ હતી. જ્ઞાયકભાવ કહેવા માટે એને પ્રમત્ત-અપ્રમત્ત નથી માટે જ્ઞાયક છે એ આધાર આપે છે. પ્રમત્ત-અપ્રમત્ત હું નથી ત્યારે જ્ઞાયક હાથમાં આવી જાય છે. આ સમયસારની શૈલી છે. (શ્રોતા-ઐસા હી સ્વરૂપ હૈ.) સ્વરૂપ જ એવું છે.
આહા ! વ્યવહારનો પક્ષ છે માટે વ્યવહારનો નિષેધ કરાવે છે. વ્યવહારના નિષેધનું કારણ છે કે એ અજીવને જીવ માને છે. ત્યારે એને કહે છે એ (ભેદો ) અજીવ છે ને જીવ નથી આગમનું વચન છે.
અનુભવ ગર્ભિત યુક્તિથી ભેદજ્ઞાનીઓને એનાથી ભિન્ન આત્મા ઉપલભ્યમાન થાય છે. મને અજીવ અધિકાર બહુ ગમે. હું જ્યારે અહીંયા વાંચતો 'તો ત્યારે અજીવ અધિકારની એવી પ્રશંસા કરું, મેં કહ્યું-જીવ અધિકાર કરતાંય અજીવ અધિકાર વાંચવા જેવો છે, ઊંચામાં ઊંચો છે. બીજાને એમ થાય કે જીવ કરતાં અજીવ અધિકાર ઊંચો ! ‘હા’ ઊંચો છે. અજીવને અજીવ માનીશને ત્યારે જીવ હાથમાં આવશે. અજીવને જીવ માન્યો છે એ મિથ્યાત્વ છે.
66
''
અજીવને જીવ માને તો એ મિથ્યાત્વ છે અમે સ્થાનકવાસી પ્રતિક્રમણમાં સાંભળતા હતા. “ અજીવને જીવ માને તો મિથ્યાત્વ, જીવને અજીવ માને તો મિથ્યાત્વ ” એમ આવતું હતું. કેમ કે એણે અજીવને જ જીવ માન્યો છે, કે અજીવના રૂપને અજીવ જાણે તો જીવને ભ્રાંતિ મટી જાય. કેઃ આ જીવ છે એવી ભ્રાંતી છૂટી જાય, અને જીવ હાથમાં આવી જાય. આત્મા હાથમાં આવી ગયો. દષ્ટિનો વિષય હાથમાં આવ્યા વિના કોઈને દષ્ટિ નિર્મળ ન થાય. જ્ઞાન સમ્યક્ થાય નહીં. દષ્ટિપૂર્વક જ જ્ઞાન સમ્યક્ થાય છે. સમ્યક્ એકાંત પૂર્વક જ અનેકાન્ત થાય, સર્વથા પૂર્વક કથંચિત્ આવે. સર્વથા વિના કથંચિતનો જન્મ ન થાય. સર્વથા ભિન્ન
પછી કથંચિત્ ભિન્ન અભિન્નનું જ્ઞાન આવે છે.
(શ્રોતાઃ- જેને વ્યવહારનો પક્ષ છૂટી ગયો છે એ પણ એનો નિષેધ કરીને અંદર આવે છે, તો જેને પક્ષ છે એને કેટલો નિષેધ કરવો પડે?) હા બહુ નિષેધ કરવો પડે. એ માટે અનંત પુરુષાર્થ કરવો પડે. કોઈનું સાંભળવું નહીં બસઃ ખરેખર તો એવા જીવનો પરિચય પણ બહુ સારો નહીં. વ્યવહારના પક્ષવાળાનો પરિચય કરવા જેવો નથી. નિશ્ચયનો પક્ષ આવવો એ નવો છે.
વ્યવહા૨નો પક્ષ છે એ સમ્યક્દર્શનને રોકનાર છે અને વ્યવહાર ચારિત્રને રોકનાર છે. બેય નિષેધ કરવા યોગ્ય છે! પરાશ્રિત અધ્યવસાન નિષેધ કરવા યોગ્ય છે. હે! પ્રભુઃ આપે પરાશ્રિત વ્યવહાર પણ અમને છોડાવ્યો છે એના ઉપરથી અમે જાણી લીધું કે સઘળોય પરાશ્રિત વ્યવહાર આપે છોડાવ્યો છે. આહાહા! ત્યારે પરમાર્થ પ્રતિક્રમણ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com