________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
પ્રવચન નં-૯ કોઈ જીવ સ્વભાવના પક્ષમાં આવે ને મને બહુ ગમે. ભલે સ્વભાવની પ્રાપ્તિ | ઉપલબ્ધિ વહેલી થાય કે મોડી થાય એ ક્ષમ્ય છે. પણ જે પક્ષમાં આવશે એ પક્ષાતિક્રાંત થઈ જશે. એને શક્યતા છે. વ્યવહારના પક્ષવાળાને શક્યતા ઓછી છે.
આહાહા ! સમર્થ મુનિ કહે છે-હું કર્તા નથી, પણ પ્રભુ તમે કર્તા નથી એ તો તમને શ્રદ્ધા થઈ ગઈ છે. કર્તા નથી એ તો શ્રદ્ધામાં આવી ગયું છે. પણ એક કર્તાનય હજુ ઊભી થાય છે. કરવાનો વિકલ્પમાં કર્તા બુદ્ધિ નથી પણ એ વિકલ્પ ઉઠે છે. કર્તાનય છે સાથે અકર્તાનય પણ છે, એટલે કર્તબુદ્ધિ થતી નથી તેમ કર્તાનય હજુ છૂટતી નથી, એટલે પરમાર્થ પ્રતિક્રમણ કરું તો કર્તાનય છૂટી જાય. એ વ્યવહાર પણ હવે ઉડી જાય છે. મુનિરાજ કહે છેવ્યવહારનો પક્ષ તો છૂટયો પણ હજુ વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર છોડવા માટે હું પરમાર્થ પ્રતિક્રમણ કરી શુક્લધ્યાનની શ્રેણી માંડીને પરમાત્મા થઈ જઈશ.
આહાહા ! અકર્તાને કર્મ ન હોય. તેથી કર્મ શેય પણ ન હોય. આ બે વાત કાલે બહુ સરસ આવી હતી. આત્માને અકર્તા કહેવો અને પાછું કર્મ કહેવું! કર્તાને કર્મ કહો કારણકે એ તો હોય છે. કર્તાને કર્મ હોય તેની કોણ ના પાડે છે; પણ અકર્તાને કર્મ હોય? ત્રણે કાળ ન હોય. અકર્તાને કર્મ હોય તો અકર્તા રહેતો નથી અકર્તાનો નાશ થઈ જાય છે. ભગવાન આત્માનો નાશ થઈ જાય છે. જીવતત્ત્વ સામાન્ય રહેતું નથી.
જીવને પરિણામ ન હોય. પ્રેમચંદજી બોલે અને કાગળમાં પણ લખે મને કે આપે કહ્યું તું કે જીવને પરિણામ ન હોય એમને એ વાત ગમી ગઈ. એકદમ હિતની વાત છે.
જો પરિણામ જીવને હોય તો એની સાથે કર્તકર્મ સંબંધ અથવા જ્ઞાતા-શૈય સંબંધમાં અટકી જવાય. પણ પરિણામ જ જીવને નથી પછી કરે કોણ ? અને પરિણામ નથી તો પછી જાણે કોણ? જીવને પરીણામ હોય તો જાણેને? પણ જીવને પરિણામ ન હોય તો જાણે ક્યાંથી? એટલો જીવ જ જણાય. જે હોય તે જણાય અને જે ન હોય તે ન જણાય.
કુંદકુંદની વાણી ટંકોત્કીર્ણ, એને કરુણા આવી ગઈ કે નિકટભવીનું તો કામ થઈ જશે. દૂરભવી જ પડશે તો એની યોગ્યતાથી પડશે પણ મારા વચનથી નહીં. અમારું વચન તો વીતરાગતામાં નિમિત્ત થાય.
બહુ ચાલે છે અકર્તાને કોઈ કર્મ ન હોય અને અકર્તાને કોઈ કર્મ દેખાય તો કર્તા જ ઉભો રહ્યો. અકર્તાનો નાશ થઈ ગયો. પોતે કર્તા દેખાણોને? કર્તા દેખાણો તો મોત થઈ ગયું. અકર્તા ગયો દષ્ટિમાંથી દષ્ટિ સાવ ખોટી થઈ ગઈ. આત્મા હાથમાંથી ગયો. દષ્ટિ વિપરિત થઈ ગઈ. અરે ! કુંદકુંદ જેવા સમર્થ ચારિત્રવત પણ આને ઘૂંટે છે. જેને અકર્તા હૃદયમાં બેસી ગયો છે એ પણ ઘૂંટે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com