________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩
ચૈતન્ય વિલાસ
એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખું કોને કહેવાય કે જેમાં અનંતગુણો રહેલા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ. સામાન્ય પડખું એ તો ત્રણેકાળે અકર્તા અથવા જ્ઞાયક-જ્ઞાતા જ છે. એક એનું બીજું પડખું પર્યાયનું વિશેષ પડખું છે. પર્યાયમાં પણ બધાને જાણવાની ક્રિયા જ્ઞપ્તિક્રિયા પ્રગટ થાય છે એમાં પણ જ્ઞાન છે, એ પણ જ્ઞાતાપણે છે. દ્રવ્ય તો ત્રિકાળજ્ઞાતા છે અને ક્ષણિક પર્યાય જ્ઞાતાપણે પ્રગટ થાય છે. પ્રગટ તો એ જ્ઞાતાપણે જ થાય છે. પણ હું જ્ઞાનરૂપ છું એમ જ્ઞાનનો ત્યાગ કરે છે, અને હું રાગનો કર્તા છું એમ એનું ગ્રહણ કરે છે.
જ્ઞાની-(ધર્માત્મા) જ્ઞાન સ્વભાવને ગ્રહે છે અને વિભાવને છોડે છે. કેઃ “હું તો જ્ઞાતા છું', હું રાગાદિનો કર્તા નથી એવું તેને સમ્યકજ્ઞાન થાય છે. હવે એનો વિસ્તાર આવશે.
કેવળ જ્ઞાતા જ છે. દિવસમાં ખાલી દશ વખત બોલે. દુકાનમાં ઘરાક આવ્યો હોય, ઘરાક જતો રહે પછી “હું જ્ઞાતા છું કર્તા નથી.” દિવસમાં દસ વખત બોલે- મંત્ર છે આ. હું તો કેવળ જ્ઞાતા જ છું. કર્તા નથી. એવા આત્માના મૂળ સ્વભાવને ધ્યાનમાં લઈને એને ધ્યેય બનાવતાં એમાં એકાગ્ર થતાં સાક્ષાત એ જ્ઞાતા થઈ જાય છે. અનંતકાળથી કર્તાબુદ્ધિ હતી એ છૂટી જાય છે.
પહેલાં જ્ઞાતા છું ને કર્તા નથી. લેશન પાકું થઈ ગયું હોય તો કર્તા નથી એ ભૂલી જાવ! જો હજુ કર્તાની ભ્રમણા હોય તો કર્તા નથી, કર્તા નથી એમ નિષેધ કરવો. કર્તા નથી એ પાકું થઈ ગયું હોય કે હું બિલકુલ કર્તા નથી, મારા ધાર્યા પ્રમાણે કાંઈ થતું નથી. માટે ખરેખર હું તો અકર્તા-જ્ઞાતા જ છું. હું જ્ઞાતા છું એવા સ્વભાવનું સ્મરણ કરતાં એક ટાઈમ એવો આવે છે કે “હું જ્ઞાતા છું' એવો વિકલ્પ છૂટીને સાક્ષાત અંદરમાં અનુભવ થાય છે. સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. પણ કર્તા બુદ્ધિ રાખીને કોઈ જીવ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા ન થઈ શકે.
સામાન્ય અપેક્ષાએ તો બધા જ આત્મા જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે. પણ પર્યાય અપેક્ષાએ ત્રિકાળ સ્વભાવને ભૂલીને પર્યાયમાં રાગને જાણીને હું રાગી છું તો એણે જ્ઞાતા સ્વભાવનો ત્યાગ કર્યો. પર્યાયના જ્ઞાતાસ્વભાવનો ત્યાગ કર્યો એણે. અને કર્તુત્વને ગ્રહણ કર્યું કે હું કર્તા છું અને સંસાર ઉભો થઈ ગયો. પરનો તો કર્તા છે જ નહીં, પણ પરિણામનોય કર્તા નથી. પણ પરિણામને કરું છું એમ માને છે. આહાહા ! પરિણામ થવા યોગ્ય થાય છે એનો કરનાર આત્મા નથી.
આહાહા ! ક્રોધ-માન-માયા-લોભના પરિણામ થવા યોગ્ય થાય છે. પુણ્ય-પાપના પરિણામ થવા યોગ્ય થાય છે, અને જાણનાર જણાય છે. આહા! આ સમયસારનું વાક્ય અમૃત જેવું છે. કર્તાબુદ્ધિનું ઝેર ઉતરી જાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com