________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
પ્રવચન નં-૧૮ આહાહા ! આ વિશ્વમાં બધુ થવા યોગ્ય થાય છે. મારા કરવાથી થાય છે એમ છે નહીં. કોઈ ઇશ્વરવાદી ઇશ્વરને કર્તા માને અને દિગમ્બર જૈન થયા તો આત્માને કર્તા માને! કહે છે કે બેયનો કર્તાબુદ્ધિનો મત એક હોવાથી બેય ગૃહિત મિથ્યાદષ્ટિ છે.
કેમકે કેટલાક લૌકિકજન ઇશ્વરને કર્તા માને છે. અને શાસ્ત્રમાં કહે છે કે દ્રવ્યલિંગી મુનિ અથવા શ્રાવક પોતાને કર્તા માને છે તો બેયનો મત એક છે, કાંઈ ફેર નથી.
જ્ઞાતાને કર્તા માનવો એ પાપ છે. “દયા મેં કરી” . દયા તે પુણ્ય તત્ત્વ છે પણ દયા મેં કરી એ પાપતત્ત્વ છે. શું કહ્યું!? પાંચ મહાવ્રતના પરિણામ, અહિંસાના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, અપરિગ્રહના પરિણામ એ શુભભાવ છે. એ શુભભાવનો કરનાર હું છું એમ જેને દેખાય છે અને સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી.
અહિંસાના પરિણામ પોતે પાપના પરિણામ નથી તે પુણ્યતત્ત્વ છે. પણ એ પુણ્યતત્ત્વને હું કરું છું તે જ પાપ તત્ત્વ છે. મિથ્યાત્વની સાથે પુણ્ય બંધાય છે. જ્ઞાનીને મિથ્યાત્વ ગયા પછી પાપના પરિણામ આવતા હોવા છતાં નિર્જરા થાય છે, બંધાતો નથી. ચક્રવર્તી આદિને પાપના પરિણામ આવે છે છતાં એ બંધાતો નથી. કેમકે એ જ્ઞાતાભાવે પરિણમે છે. “થવા યોગ્ય થાય છે પરિણામ અને જાણનાર જણાય છે.” બધું થવા યોગ્ય થાય છે એટલે કે હું એનો કરનાર નથી એકવાત. અને થવા યોગ્ય થાય છે એનો હું જાણનાર છું એમ પણ નથી.
“થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે.” થવા યોગ્ય પરિણામ થાય છે એ કાળે તને શું જણાય છે? પરિણામ જણાય છે કે આત્મા જણાય છે? કે: આત્મા જ જણાય છે, પરિણામ થવા યોગ્ય થયા જ કરે છે. તારા કરવાથી થતા નથી અને તું એને ટાળવા ધાર તો તું એને ટાળી શકવાનો નથી. તારી મર્યાદા થવા યોગ્ય થાય બસ એનું કર્તુત્વ છોડી દે ! થવા યોગ્ય થાય છે એમ જાણનાર ચક્ષને પણ બંધ કરી દે! એનાથી ભિન્ન જાણનારને જાણ તો તને ધર્મની શરૂઆત થશે.
મૂળ રકમની આ ગાથા છે. કર્તબુદ્ધિનું ઝેર ઉતરી જાય એવી વાત છે. “હું કરું-હું કરું એ જ અજ્ઞાનતા સંકટનો ભાર જેમ શ્વાન તાણે.” આંહીં કેવળ જ્ઞાતા છે હોં! કથંચિત્ જ્ઞાતાને કથંચિત કર્તા સ્વભાવમાં નથી. જાણવું...જાણવું...જાણવું. જાણવું...! પોતાને જાણતાં....જાણતાં પર જણાય જાય છે. ખરેખર તો પર જણાતું એ નથી, આહાહા! કારણ કે એનું શેય પણ અંદર જ છે. અદ્ભુત વાત છે. આ બધી વાતો શાસ્ત્રમાં છે.
આત્મા જ્ઞાતા છે માટે કર્તા નથી. બસ એટલું યાદ રહે તો બસ છે. હું જ્ઞાતા છું ને!? હું જાણનાર છું ને માટે કોઈનો કરનાર નથી. સ્વભાવનો સહજપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com