________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૫ વિચાર કરે તો પાપના પરિણામનો ઉદ્દભવ નહીં થાય. અને નિર્વિકલ્પ ધ્યાન પહેલાં શુભભાવ આવ્યા વગર રહેશે નહીં. થવા યોગ્ય થાય છે એ મારું કર્તવ્ય અને હું એનો કર્તા એવો કર્તાકર્મનો સંબંધ નથી. કેમકે આત્મા અકર્તા છે. જ્ઞાનની સાથે ખરેખર કર્તા-કર્મ સંબંધ નથી; તો રાગની સાથે કર્તા-કર્મ સંબંધ તો ક્યાંથી હોય? જ્ઞાનની સાથે કર્તા-કર્મ સંબંધ કહેવો એ પણ ઉપચારનું કથન છે. એ ઉપચારને ઓળંગે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. એવી સૂક્ષ્મ અને અપૂર્વ વાત આ ગાથામાં છે.
બહુ આરંભ' શબ્દ છે, બહુ આરંભ એટલે જેમાં પાપ થાય તેવા હિંસાના પરિણામ, અર્થાત્ ત્રસ અને સ્થાવરની જેમાં હિંસા થાય એવા વ્યાપારના પરિણામ. એ પરિણામ થાય, અને એને હું કરું એને આરંભ કહેવામાં આવે છે.
તેમજ “પરિગ્રહ'; અંદરમાં ચૌદ અને બહારના દશ પ્રકારના એમ ચોવીસ પ્રકારના પરિગ્રહ ભગવાને કહ્યા. દશ પ્રકારના નોકર્મમાં જાય છે અને અંદરમાં મિથ્યાત્વ આદિ એક; તેમજ ક્રોધ-માન-માયા-લોભ એ ચાર અને નવ નોકષાય એ વિભાવ પરિણામ એ બહુ આરંભ તથા પરિગ્રહનો મારામાં અભાવ હોવાને લીધે સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. પણ સ્વભાવને જે જ્ઞાતાપણે સ્વીકારતો નથી અને હું કર્તા છું એમ સ્વીકારે છે અને વિશેષ અપેક્ષાએ એ નરકનું કારણ થાય છે, એ લેશે હવે !
સ્વભાવમાં તો આરંભ અને પરિગ્રહનો ત્રિકાળ અભાવ છે. કેમકે આરંભ અને પરિગ્રહનો પણ સામાન્ય અપેક્ષાએ અકર્તા ત્રિકાળ છે, અને વિશેષ અપેક્ષાએ/ સ્વભાવ દષ્ટિએ અકર્તા છે. હવે વિશેષ અપેક્ષાએ વિભાવદષ્ટિએ એક સમય પૂરતું કર્તાપણું આવે છે ત્યારે એને નરકનું આયુષ્ય બંધાય જાય છે.
નરકનું આયુષ્ય શેમાં બંધાય? કે જેમાં ત્રસ અને સ્થાવરની હિંસા બહુ થાય પાપાચાર અને એવા પાપથી પૈસો કમાવો એને નરકનો બંધ થાય છે. એને મનુષ્ય ભવ ના મળે. અહીંયાં તો-એનો મારામાં અભાવ છે એટલે કે હું એનો કર્તા નથી.
આવા અકર્તા સ્વભાવ અને જ્ઞાતા સ્વભાવને ભૂલીને સંસારી જીવને એટલે અજ્ઞાની જીવને બહુ આરંભ પરિગ્રહું વ્યવહારથી હોય છે. વ્યવહારથી એટલે પર્યાય- ભાવમાં છે ત્યારે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં નથી. પર્યાય વ્યવહારનયનો વિષય છે. સ્વભાવને ભૂલીને સંસારીજીવો! પૈસા કમાવા માટે કાળા કેર કરે તેમાં ત્રસ અને સ્થાવરની હિંસા પાર વગરની થઈ જાય છે.
એ અહીં કહે છે-“અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે.” આહાહા ! શું કહે છે! આરંભ-પરિગ્રહ સ્વભાવમાં નથી. ત્રિકાળ સ્વભાવ જ્ઞાતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com