________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૦૬
પ્રવચન નં-૧૮
અને ક્ષણિક સ્વભાવ પણ જ્ઞાતા, પણ જે જ્ઞાતાને ભૂલે છે સમયે સમયે જ્ઞાનને છોડે છે/જ્ઞાનનો ત્યાગ કરે છે/સમયે સમયે જ્ઞાન ભવનમાત્ર સહજ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે. સમયસાર કર્તાકર્મ અધિકારની ૬૯-૭૦ ગાથામાં છે.
આચાર્ય ભગવાન ફરમાવે છે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદષ્ટા માત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને”, ત્રિકાળ સ્વભાવનો તો ત્યાગ થતો નથી, ત્યાગ થઈ શકતો નથી. પણ વર્તમાનમાં જે જાણવું-દેખવું પ્રગટ થાય છે એ ક્રિયા આત્માની છે; એને ભૂલીને આ ક્રોધાદિ ક્રિયા મારી છે તેમ એ ક્રોધમાં એકત્વ કરે છે. એટલે જ્ઞાનને છોડે છે. જ્ઞાતા-દષ્ટા આદિ ક્રિયાને તે વિશેષ અપેક્ષાએ છોડે છે, જાણવાની ક્રિયાને છોડે છે.
જ્ઞાનભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને; ' સ્વભાવનો ત્યાગ અને પરભાવનું ગ્રહણ એ મિથ્યાદષ્ટિનું લક્ષણ છે. અને સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એ સમ્યક્દષ્ટિનું લક્ષણ છે.
ત્યાગ અને વૈરાગ્ય બે શક્તિ સમ્યક્દષ્ટિને હોય છે. તે લક્ષણ છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. વૈરાગ્ય એટલે ૫૨ભાવ પ્રત્યે મમતાનો અભાવ. ચક્રવર્તી પદમાં બેઠો છે, છ ખંડનું રાજ્ય છે પણ તે ત્યાગી છે/વૈરાગી છે. તે ત્યાગી અને વૈરાગી છે? ‘હા.’ તેણે શું ત્યાગ કર્યો? મુનિરાજ તો જંગલમાં જાય છે તેને લાગુ પડે તે તો બરોબર વાત છે! પણ...આણે શું ત્યાગ કર્યો?! તેણે મમતાનો ત્યાગ કર્યો.
આ છ ખંડ મારા નથી, હું તો અખંડ આત્માનો સ્વામી છું, છ ખંડનો માલિક હું નથી. ‘પુદ્દગલ દ્રવ્ય જેનો સ્વામી છે' હું એનો સ્વામી નથી એ મમતાનો ત્યાગ કરે છે. ત્યાગ છે ત્યાં જ વૈરાગ્ય છે. ત્યાગનું નામ જ વૈરાગ્ય છે. રાગ પ્રત્યેના રાગનો અભાવ તેનું નામ વૈરાગ્ય. રાગ પ્રત્યે પણ ઉદાસીનતા.
જ્ઞાનીને દુકાન પ્રત્યે પણ અંદરમાંથી ઉદાસીનતા આવી જાય છે. મારાપણાનો ભાવ સ્વામીપણું હઠાવી દે છે. પાછો હઠી જાય છે. દુકાન મારી, મકાન મારા, દીકરા-દીકરી મારા! આ વૈભવમાં કાંઈ મારું નથી. મારું તો એક જ્ઞાન છે. જે મારી સાથે આવે છે.
જ્ઞાનભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા-દષ્ટાની અવસ્થા તેનો સમયે- સમયે ત્યાગ કરીને; આહાહા! ધર્મનો ત્યાગ અને અધર્મનું ગ્રહણ. ધર્મ એટલે વિશેષ અપેક્ષાએ જે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે હું જાણનાર છું એ ભૂલી જાય છે આત્માને અને હું ક૨ના૨ છું એમ માને છે.
‘જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને; અજ્ઞાનભવન વ્યાપારરૂપ; ' અર્થાત્ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો તે કર્તા પ્રતિભાસે છે. હું આ ક્રોધ-માન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com