________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૭ માયા-લોભને હું કરું છું અને હું જાણનાર છું એ ભૂલી ગયો, અને કરનાર છું એમ આવી ગયું તો વિશેષ અપેક્ષાએ તે કર્તા બને છે. કેમકે કર્તા પ્રતિભાસે છે ને?! વિશેષ અપેક્ષાએ કર્તા થયો જ્ઞાતા ભાવને ચૂકી ગયો.
આહાહા! શું કહે છે? સ્વભાવથી તો આરંભ અને પરિગ્રહનો મારા સ્વભાવમાં અભાવ છે. પણ સંસારી જીવો જ્યાં સુધી આવા સ્વભાવનું અનુસરણ કરતા નથી ત્યાં સુધી સંસારી જીવો આરંભ પરિગ્રહમાં પડયા છે.
જેમાં ત્રસ અને સ્થાવરની ખૂબ હિંસા થાય, અસંખ્ય જીવ સમયે-સમયે હણાય! એક વખત એક ઓઈલ મીલ જોઈ. તેમાં મગફળી પીલાતી હતી. મગફળીના ફોતરાં હોય એના કમ્પાઉન્ડમાં ઢગલા થઈ જાય. એ ઢગલામાં અસંખ્ય જીવ આમ નજરે ઉડતા દેખાય. એમાં એ
જ્યારે એ ઢગલા ઉપર પાણીનાં થોડાં ટીપાં પડે તો એમાં જીવો ખદબદતા હોય. હવે લાકડાં મોંઘા પડે એટલે એ ફોતરાને બોઈલરમાં નાખે. આહાહા ! એ બોઈલર ચાલે અને અગ્નિ પ્રગટ થાય.
આહાહા ! તારું પેટ ભરવા માટે, ચાર રોટલી ખાવા માટે, બહુ થાય તો દસ રોટલી; દસથી વધારે તો આજે કોઈનો ખોરાક હોય નહીં. ભાઈ ! ઓછામાં ઓછી હિંસા થાય એવી પ્રવૃત્તિ જોઈએ. હિંસા તો થાય ગૃહસ્થીને-કેમકે કોઈપણ વેપારમાં થોડી ઝાઝી હિંસા તો થાય જ, પણ બહુ વેપારનો આરંભ-જેમાં ત્રસ ને સ્થાવરનું નિકંદન થઈ જાય તે વેપાર ગૃહસ્થીને પણ ન હોય..હાલ ! તારા દીકરાને ભઠ્ઠીમાં નાખીએ!? તો નહીં....નહીં..નહીં..
ભૂતકાળના તારા એ પુત્રને પિતા છે જેને તું ભઠ્ઠીમાં નાખે છે તે તું. એને કોઇપણ જાતનો વિવેક રહેતો નથી આંધળો થઈ જાય છે જડની પ્રાપ્તિ માટે.
બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે હો! આહા! નિશ્ચયથી નથી માટે વ્યવહારથી પણ નથી તેમ નથી. નિશ્ચયથી નથી એ તો બરોબર છે, ત્રિકાળ સ્વભાવમાં તો સંકલ્પને વિકલ્પનો અભાવ છે. પણ પર્યાયમાં નથી એમ નથી. પર્યાયમાં છે ત્યારે દ્રવ્યમાં નથી. એ દ્રવ્યસ્વભાવમાં નથી એવા સ્વભાવને પકડે તો એ કર્તબુદ્ધિનો અભાવ થઈ જાય અને ભૂમિકાને યોગ્ય હિંસાના પરિણામ આવે ખરા !
નરકમાં જાય છે તો એના પરિણામના નિમિત્તથી જાય છે. પોતાના પરિણામના નિમિત્તથી. કોઈ એને મોકલતું નથી. સમસ્ત મોહ-રાગ-દ્વેષ વ્યવહારનયે હોય છે. એટલે એ પ્રકારે સ્વભાવને ભૂલીને કોઈ કોઈ જીવને હોય છે, બધાને નહીં. આહા!
પરંતુ મને શુદ્ધ નિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” મને નથી. આહાહા ! કહે છે કે મને તો સામાન્ય અપેક્ષાએ આરંભ પરિગ્રહનો અભાવ અને વિશેષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com